214. શીર્ષક – તને પ્રેમ છે…?
———————————————

શુ સાચેજ તને પ્રેમ છે,
કે અમસ્થો મનનો વહેમ છે,
ઠીક છે તુ નથી સમજી શકતી,
કદાચ આ વ્યથા વ્યાપેલી,
મને કહે આખર કેમ છે…?
ક્યારેક ઉછળકૂદ,
ક્યારેક વિશ્રામ વિલાસ છે,
સમજાવ ક્યારેક આવીને,
આખર આ લાગણીના,
વહેણો, ભાવનાના મોઝા,
પછડાટ અનુભવતા કેમ છે,
શુ સાચેજ તને પ્રેમ છે,
કે અમસ્થો મનનો વહેમ છે,
કહેને મને આ સાગરના,
ઊંડાણમાં વ્યથા કેમ છે,
વહે છે નદીની જેમ ખળખળ,
તોય એની પારદર્શકતા,
આજે જાણે આમ દેખાતી,
ધૂંધળી ને ઝાંખી કેમ છે.
સડસડાટ નીકળતા વહાણો,
આખરે ભરતીમાં જ,
ઓચિંતા ડૂબી જતા કેમ છે,
કહેને પ્રેમની પરિભાષા,
આખર તુ જાણે છે મને,
તો દુનિયા અજાણી કેમ છે,
શુ સાચેજ તને પ્રેમ છે,
કે અમસ્થો મનનો વહેમ છે,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૨:૩૪, ૪ ઓક્ટોબર ૨૦૧૬ )

———————————————
© Poem No. 214
Language – Gujrati
———————————————

Advertisements