213. શીર્ષક – મીઠી યાદ આવી છે
———————————————

એવું તો નથી આજે જ આ ચોકમાં નિખાર આવી છે,
પણ તારા આવ્યાં પછી જ આ નવી બહાર આવી છે…

પહેલા પણ ફૂલોની સેજ હતી જ સજાવીને રાખેલી,
તારા આવવાથી મૂરજાયેલા ફૂલેય સુવાસ આવી છે,

રગદોળાયેલી માટી પણ રણ સમી શુષ્ક પડી હતી,
તારા પગલા પડ્યા, પછી જ અહીં ભીનાશ આવી છે,

તુ ભલે ને કહ્યા કરતી કે હું કઈ ખાસ નથી આ સંસારે,
તારી વાસ્તવિકતા પણ સાથે એની તરંગ લાવી છે,

પવનની ઉડાઉડ પણ હતી જ અહિં સદિયો વર્ષોથી,
પણ તારા અહેસાસમાં માદકતાની મીઠાસ આવી છે,

નથી કહેવું મારે આજે કઈ જ તને મારી બનાવી લેવા,
ક્યાંક બેસી બસ તને જોઇ રહેવાની પ્યાસ આવી છે.

ભુલ્યો નથી ભલે, અને ભૂલી શકીશ પણ કેમ કરી તને,
આજ ફરી તારાને મારા ભૂતકાળની મીઠી યાદ આવી છે,

– સુલતાન સિંહ ‘જીવન’
( ૧૦:૧૦, ૨ ઓક્ટોબર ૨૦૧૬ )

———————————————
© Poem No. 213
Language – Gujrati
———————————————

Advertisements