211. શીર્ષક – શહીદ થઈશ…
———————————————

આવ્યાં હતાં એમ સમજી આજેય હારીશ,
જો બેટા એક તુ મારીશ તો બે હુંય મારીશ,

ભલે હથોડા હાથમાં લઇ ફર્યા કરતો હોય,
સોનાર તુ બનીશ, હું લોહાર બની મારીશ,

ક્યારે તારાથી હાર્યોજ હતો હુ ભૂતકાળમાં,
જેથી તાનમાં આવ્યો તું કે ઓચિંતા મારીશ,

સંભાળી લે વાત સીધીસટ્ટાક અમારી હવે,
ધરીયા લાવ ભલે, તલવારથી હુંય મારીશ,

ભલેને દેશદાઝના વહેણો રહ્યા તારા દેશમાં,
નદી બન ભલે, તોય સાગર બનીને મારીશ,

ચોરીછૂપેથી તુ લશ્કર દ્રારા આતંકવાદ લાવે,
હું તો તને ખુલે આમ સિપાહી બનીને મારીશ,

છું હું દિકરો પણ માં ભોમનો નાં કદી હારીશ,
છતા થયો શહિદ તો મર્યા પછીયે તને મારીશ,

~ તો સુલતાન સિંહ ‘જીવન’
( ૧૨:૩૪, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૬ )

———————————————
© Poem No. 211
Language – Gujrati
———————————————

Advertisements