208. શીર્ષક – વાતેય નો’તી કરતી…
———————————————

પેલા તો રોજ કેતી ઓમ કરશું, તેમ કરશું,
જ્યારે માળ્યા ત્યારે વાતેય નો’તી કરતી,

કોઇક વાર કેતી કે હું ઓમ શુ અન તુ ઇમ,
હવે ઇજ વાતો બોલો યાદેય નો’તી કરતી,

કેતી હો આવીજા ઓય મારા ગોમ મળવા,
જ્યો ત્યારેતો રીપ્લાય પણ નો’તી કરતી,

મને કે છે વારંવાર ફોન કરવાનું લ્યો બોલો,
જ્યારે બેલેન્સ હતુ મિસકોલેય નો’તી કરતી,

હવ આઈ આઇન મસ મોટી વાતો કર્યા કર,
હોમે ઊભીતી ત્યારેતો હુંકારોય નો’તી કરતી,

કીધા કરસ આખા ગોમ હોમે હું નઈ બોલતો,
બોલતો હું તઇ હખણી વાતોય નો’તી કરતી,

જ્યારે હું કેતો ઓમ મારા પાસળ નો પડ હો,
ત્યારે તો ઇ માનવાની વાતેય નો’તી કરતી,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૧:૫૩, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૬)

———————————————
( દેશી અને મહેસાણાની ભાષા આધારિત કાવ્ય )
———————————————
© Poem No. 208
Language – Gujrati
———————————————

Advertisements