ભુલાવી દેજે હવે તુ પણ મને,
હુ અલગ ને મારી દુનિયા અલગ છે,

મારા વિચારો, મારા ખયાલો,
દુનિયા ને જોવાની નજર અલગ છે,

મારા સપનાઓ અને અહેસાસ,
જીવતાં રહેવાની કોશિશો અલગ છે,

ભુલાવી દઈશ કદાચ હુંય તને,
તુ અને તારી દુનિયા પણ અલગ છે,

જીવાય તો ઠીક હવે કમીઓમાં,
તારા ખ્યાલ, મારા વિચાર અલગ છે,

તેંય કેવા કર્યા બહાનાઓ તો જો,
તારી જાતી, મારો પરિવાર અલગ છે,

ભલે ખુશ હોય તુ એ દુનિયામાં,
આપણી વિચાર ને ધારાઓ અલગ છે,

થયા અલગ ‘જીવન’ કોઈ કહે,
કહેજે વિચારને વિસ્તાર બેય અલગ છે,

~ સુલતાન સિંહ ‘જીવન’
(૧૨:૦૦, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૬)

———————————————
© Poem No. 202
Language – Gujrati
———————————————

Advertisements