Unto the last on URI


             મૌસમ ખાતા દ્રારા સત્તાવાર જાહેરાત ના થઈ હોવાં છતા આપણે છેલ્લાં કેટલાંક સમયથી વોટ્સએપ અને ફેઅબૂક જેવી સોશિયલ સાઈટ પર જામતી જતી મોસમી દેશભક્તિ જોઇ અને અનુભવી રહ્યાં છીયે… તો એમનાં માટે મારા તરફથી હેપ્પી દેશ ભક્તિ સીઝન, મોજ કરો, રોજ કરો અને સતત કરો પણ એમા રાજનીતિ ધર્મના નામે રમત નાં કરો…

લેટ્સ કમ ટુ ધ પોઇન્ટ…

               રોજ રોજની આ મગજ મારીને ગોળી મારો ને યાર, ધર્મના નામે અને રાજનીતિના નામે રમાતી આ રમત પણ છેલ્લે તો જાતે નોતરેલિ આફત છે તો એનાં માટે આટલા બુમ બરાડા કેમ. છેલ્લાં કેટલાય સમયથી ફેસબૂક અને વોટ્સએપ પર લાઈક અને શેરની રમત રમાઈ રહી છે. એ કોઈ રસ્તો નથી શહીદોને સલામી આપવાનો. આવુ કરતા પહેલા મનમાં એ વાત લાવી દેવી જરૂરી છે કે એ લોકો દેશ માટે શાહિદ થયા હતાં. એટલે નઈ કે એમનાં નામે તમે લાઈક લાઈક અને શેરિંગ જેવી રમતો રમી શકો. આ બાધા માત્ર એક પોતાની છાપ ઉભા કરવાનાં દેખાડા છે. કેમ કોઈ એમનાં પરિવારને મદદ કરવા નથી જતું, કેમ એ લાઈક અને શેરની રમતો વાળા લોકો સરહદે નથી જતા, કેમ એ દેશભક્તિના ઢંઢેરા પીટયાં કરતાં લોકો પોતે એક આદર્શ નાગરિક નથી બનતા… કારણ વગરની લડાઈ લડીને શક્તિ બગાડવાથી દેશભક્ત નથી બનાતું…

              પહેલા તો તમે પોતાના દેશ પ્રત્યેની ફરજ અંગે સભાન બનો, આદર્શ નાગરિક બનો, જરુર પડ્યે દેશના કાજે લડી પડો એ દેશભક્તિ છે… પછી દેશમાં માણસ માણસને કાપતો હોય ત્યારે એની વિડિઓ કે ફોટા શેર કરી દેશદાઝ નહીં બતાવો તો ચાલશે પણ પહેલા એ દેશની અસ્મિતા બળતા વ્યક્તિને સબક શીખવો તો એ દેશભક્તિ કહેવાશે…

            સરકારની પસંદગી વખતે તટસ્થ રહો, અફવા ખાળી જતા શીખો, ધર્મના ઢીંગલી ઢીંગલા બન્યાં કરતા ભારતીય બનો, અને દેશ ની સેવા ખાતર મઝબૂત બનો પછી જોઈશું કોણ ભારત તરફ નજર પણ કરે છે… હંમેશા લંકાતો પોતાનો અહમ અને ઘરનો ભેદી જ સળગાવતો હોય છે. એટલે દોષ સ્વીકારતા શીખો… અને ખાસ માણસાઈ શીખો અને જો રાજનીતિ કરતા દેશના હિતને મહત્વ આપી જુઓ. કોઇના નિર્ણયનો વિરોધ કરતી વખતે પાર્ટીના બંધન છોડી દેશની સુખાકારી તપાસતા શીખો…

          એન્ડ આફ્ટર ઓલ આટલું બધુ શા માટે… દેશની અંદર રાજનીતિની જરૂર છે પણ વિકાસ માટે શાસન માટે નહીં, કોઈ ધર્મ માટે નહીં, કોઈ કોમ માટે નહીં, દેશ માટે, દેશ કાજે અને દેશને સમર્પિત થઈને જીવતાં શીખો અને મોસમી દેશભક્તિ ત્યજી કાયમી દેશની ભક્તિમાં રહેવા પ્રયત્ન કરો દેશ સ્વર્ગ સમો જાતે બની જશે… પહેલ તમે કરો દેવ બનીને, બાકી દાનવ બની ક્યારેય કાયમી સ્વર્ગ કોઈને મળ્યું નથી અને મળશે પણ નહીં.

            હવે મુદ્દો છે કે દેશના જવાનો uri મા માર્યા ગયા છે…?? એજ ને…??

          તો એમા નોંધી લેવા જેવી વાત છે કે… દેશના જવાનો મર્યા હતાં, મર્યા છે અને હર હંમેશ મરતા રહેવાના છે. કાલે ૧૦ મર્યા હતાં, આજે ૨૦, હજુ કાલ કદાચ ૩૦ પણ મરશે… અને ૧૦૦૦ શુ ૧૦૦૦૦ પણ મરી જાય કોને ફર્ક પડે છે. છેવટે એમનાં માટે ૧૦ દિવસ ફરી મોસમી દેશભક્તિ તેડી લાવીશુ, બે ચાર રાજનેતા ને ગાળો ભાંડી દઈશું, સરકાર પર આક્ષેપ મુકી દઈશું અને જો આપણે પોતે રાજનીતિમાં છીયે તો વિરોધ પક્ષ તો છે જ… બાકી બે ચાર ટીવી ચેનલમાં ઇન્ટરવ્યૂ દ્રારા દુઃખ દર્શાવી વોટ મળે એવું કામ પાર પાડી દઈશું, એમનાં ઘેર જઇ લોકોના હરામનાં અંદર કારેલ પૈસામાંથી પચાસેક હજાર કે લાખ એમને આપી દઈશું. અને સોશલ મીડિયા તો છે જ ૧૦ પોસ્ટ શેર કરીશું ૩૦ કે ૩૩ પોસ્ટ લાઈક અને કોમેન્ટમાં જય હિન્દ લખી લઈશું એટલે વાત પુરી… કેમ બરાબર ને…??? સવાલ છે…??? હુ તો દેશદ્રોહી નથી લાગવા લાગ્યો ને હવે…??? ડેફિનેટલી લાગવાનો જ… કેમ કે મે સત્ય કહ્યુ અને કડવું પણ આપણે એજ તો કરીયે છીયે, કરતા આવ્યાં છીયે અને કરતા રહેવાના છીયે… કારણ આપણે તો જનતા છીયે, સિપાહી નથી બરાબરને…??? આપણે તો જીવન જરૂરી વસ્તુ અને પૈસાથી મતલબ છે… પણ સિપાહી શુ છે એતો એનાં શબ્દો કંઇક આ પ્રમાણે લખતો હોય છે…

” काश मेरी जिंदगी में सरहद कोई शाम आये
काश मेरी जिंदगी मेरे वतन के काम आये
ना ख़ौफ़ है मौत का न आरजू है जन्नत की
मगर जब कभी जिक्र हो शहीदों का
काश मेरा भी नाम आये……અજ્ઞાત..”

                   શુ આ ચાહના કોઈ રાખી શકે છે…?? ત્યારે તમારા અંદરની દેશભક્તિ ઓગળીને વહી જશે કેમ સાચું ને? ટેકાથી સશકત સરકાર નથી ચાલતી એમ જ કોઇના લખેલા શબ્દો શેર અને લાઈક કારી દેવાથી કોઈ દેશભક્ત નથી બની જવાતું…

               હવે બીજા દેશ કરતા ભારતની સરહદો પાર સિપાહી વારંવાર કેમ મરે છે… એની જરા ચર્ચા કરી લઇએ… તો આપણે કહીશું આપણાં દુશ્મન વધું છે… બરાબર… હા એ ઝ વાત છે… ઍક તો આપણાં દુશ્મનો વધું, એમાંય રાજનીતિમાં રંગ જાજા અને મેઈન વાત દેશના અંદર જે સિપાહિને સુરક્ષા નથી એને સરહદ પાર સુરક્ષા ક્યાંથી મારવાની… સિપાહી મારવાથી કાઈ દિલ્લી નથી હલતું, નાં સંસદ હલે છે કે નાં રાજ્યસભાઓ અને વિધાનસભાઓ… એમનાં મરણ અને બીજાના દેખાવે તૌ વોટબેંકની ગેમ રમાય છે. જ્યારે દેશના દરેક નાગરિકને દેશની દરેક બાબતથી ફર્ક પડશે ત્યારે દેશ બદલશે…

             દેશમાં રાજનીતિ રમાય તો દેશ બદલાશે પણ ભારતે તો સરહદને પણ રાજનીતિનો સ્પોટ બનાવી દીધો છે. અને દુનિયા અને ઇતિહાસ સાક્ષી રહ્યો છે કે સત્તામાં દિકરો બાપનો નથી રહ્યો, એટ્લે સુધી કે ભાઈ ભાઈનો નથી રહ્યો તો આ આંધળી અને કટકે કટકે વહેચાયેલું ભારત શુ સિપાહીઓ સાથે ન્યાય કરી શકવાનું હતુ…


એ બાબતના અનુંલક્ષી મે એક કવિતા લખી છે.


ફરી એક વાર જુઓ સમય આવ્યો છે,
આજે મારો દેશ ફરી દેશદાઝે દાજ્યો છે,

ઊંઝા ઉનાની દોટ મુકતો ભલેને માયાવી,
આજ ફરી રાજા ધૂતરાષ્ટ્ર બની આવ્યો છે,

જેને દેશની ક્યારેય ફિકર ના હતી બોલો,
આજે ગરમ તવે રોટલો શેકવા આવ્યો છે,

કહે છે માર્યા ગયા છે દેશના જવાનો હાય,
હંમેશા એ પોતેજ પથ્થર ફેંકતો આવ્યો છે,

શેકાઈ જશે આજ ફરી રોટલા ગરમ તવે,
એવી આશા સાથે ઢોંગ રચીને આવ્યો છે,

સુરક્ષા અને લોકતંત્ર જેવા ખોખલા શબ્દે,
દેશને હર-હંમેશ એજ વેચતો આવ્યો છે,

દેશમાં સુરક્ષા અને સરહદે રાજનીતિ રમી,
આ દેશનો દેશભક્ત આગેવાન આવ્યો છે,

ભલે કોઈ સંગઠનનો એ આગેવાન રહ્યો,
દેશને એજ તો શરમશાર કરતો આવ્યો છે,

ક્યારેક જાહેર જનતા, ક્યારેક ધર્મ ધુરંધર,
તો ક્યારેક શૈતાન બનીને પણ આવ્યો છે,

ફરી એક વાર જુઓ સમય આવ્યો છે,
આજે મારો દેશ ફરી દેશદાઝે દાજ્યો છે,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૦:૧૨, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૬)


             છેલ્લે એક જ વાત કહીશ શરૂઆત પોતાનાથી અને નાના પાયા પર થશે તોજ બદલાવ મોટો આવશે…

         બાકી જ્યાં સુધી સરહદ પર રાજનીતિની રમત અને યુવાનો દ્રારા સોશિયલ સાઈટ પર માત્ર લાઈક અને શેર, કમેન્ટની રમતો રમાશે… ત્યાં સુધી આવા કેટલાય સિપાહીઓ દરેક નાગરિક પર એક સવાલ છોડીને સહાદત વહોરતા રહેશે…

સીધું સટ્ટાક :-
દરેક શહીદ દેશની મોસમી દેશભક્તિ અને દેશની જમિર વગરની જનતા તેમજ રાજનેતાઓ પર ઉઠતો સવાલ છે…. (સવાલનો અર્થ તમાચા તરીકે પણ લઇ શકાય પણ સિપાહી ક્યારેય સ્વાર્થી નથી હોતો એટલે સવાલ એ વધું યોગ્ય શબ્દ છે..)


[નોંધ – મોબાઈલમાં ટાઇપ કર્યું હોવાથી સામાન્ય ભૂલો ધ્યાનમાં ન લેવા વિનંતિ…]
~ Sultan Singh ‘Jivan’
( સુલતાન સિંહ ‘જીવન’ )
Mail – Raosultansingh@gmail.com
Web – https://vichaarvrund.wordpress.com/

Advertisements