ફરી એક વાર જુઓ સમય આવ્યો છે,
આજે મારો દેશ ફરી દેશદાઝે દાજ્યો છે,
ઊંઝા ઉનાની દોટ મુકતો ભલેને માયાવી,
આજ ફરી રાજા ધૂતરાષ્ટ્ર બની આવ્યો છે,
જેને દેશની ક્યારેય ફિકર ના હતી બોલો,
આજે ગરમ તવે રોટલો શેકવા આવ્યો છે,
કહે છે માર્યા ગયા છે દેશના જવાનો હાય,
હંમેશા એ પોતેજ પથ્થર ફેંકતો આવ્યો છે,
શેકાઈ જશે આજ ફરી રોટલા ગરમ તવે,
એવી આશા સાથે ઢોંગ રચીને આવ્યો છે,
સુરક્ષા અને લોકતંત્ર જેવા ખોખલા શબ્દે,
દેશને હર-હંમેશ એજ વેચતો આવ્યો છે,
દેશમાં સુરક્ષા અને સરહદે રાજનીતિ રમી,
આ દેશનો દેશભક્ત આગેવાન આવ્યો છે,
ભલે કોઈ સંગઠનનો એ આગેવાન રહ્યો,
દેશને એજ તો શરમશાર કરતો આવ્યો છે,
ક્યારેક જાહેર જનતા, ક્યારેક ધર્મ ધુરંધર,
તો ક્યારેક શૈતાન બનીને પણ આવ્યો છે,
ફરી એક વાર જુઓ સમય આવ્યો છે,
આજે મારો દેશ ફરી દેશદાઝે દાજ્યો છે,
~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૦:૧૨, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૬)