વસમી વેળાએ જ યાદ કરૂ છું,
જો હવે તો તને ફરીયાદ કરૂ છું,
નથી માનતો ભગવાનને હું,
છતાય ગીતામાં ધ્યાન કરૂ છું,
ક્યારેક લાગે ઉજ્જડ પ્રદેશ,
છતા વાવણી વારંવાર કરૂ છું,
ભલે કાઈ પણ ના મળે મને,
તને જરૂર મળે ફરમાન કરૂ છું,
ભલે સાગર સુકા દિલના રહ્યાં,
ભીંજાવા વર્ષા વારંવાર કરૂ છું,
ક્યા એકલો રહેવા દુઆ કરતો,
હવે તને પામવા ફરીયાદ કરૂ છું,
‘જીવન’ આધાર નથી જો પ્રેમ,
કેમ તને યાદ વારંવાર કરૂ છું,
~ સુલતાન સિંહ ‘જીવન’
(૧૧:૩૬, ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૬)
Advertisements