Gajanand wants to Go Green (વિચારવૃંદ – ૧૦/૦૯/૨૦૧૬)

ગણપતિ વોન્ટસ ટુ ગો ગ્રીન…


“હેલ્લો એક મીનીટ હું થોડીક વાત કરી શકું પ્રભુ…” નારદજી એ વાયુમાંર્ગે રિસાઈને જતા ગણપતિને જોઈને પૂછ્યું. અને હમેશની જેમજ વાતની શરૂઆત કે જવાબની રાહ જોયા પહેલા જ બોલી ઉઠ્યા “નારાયણ… નારાયણ…”

ગણેશજી જાણે કઈ પણ બોલ્યા વગર ચાલી જ નીકળ્યા. જાણે કોઈની પરવા જ ના હોય એમણે.

“અરે પ્રભુ સાંભળો તો ખરા આ ભક્તની વાત” નારદજી નારાયણની ધુનમાંથી કઈ બોલે એ પહેલા જ ગણેશજી ત્યાંથી અંતર ધ્યાન થઇ ગયા હતા. એમના ચહેરા પર ગુસ્સો હશે એ એમની ચાલ પરથી નારદજી પોતે સ્પષ્ટ કળી ગયા. એમણે આદતવશ રહસ્ય જાણ્યા વગર ચેન પડવાનું જ ક્યાં હતું તે આજે પડી જાય.


બ્રહ્મા અને વિષ્ણુ બંને પાસેથી નિરાશા સાંપડ્યા બાદ ગણેશજીના ગુસ્સાનું કારણ જણવા નારદજી કૈલાશ પર્વત તરફ નીકળી પડ્યા. એમના મનમાં વારંવાર પાછળના ભાગેથી જોયેલી ગણેશજીની એ ગુસ્સેથી ભરેલી ચાલ ભમ્યા કરતી હતી. એનું સંપૂર્ણ નિવારણ ન થાય ત્યાં સુધી એમણે ચેન હવે ક્યાં પડવાની હતી.

“પ્રભુ, માર્ગદર્શન કરો પ્રભુ… આ શિષ્યનું માર્ગદર્શન…” નારદજી એ નારાયણ નારાયણ વાળો ગુણગાન આલોપી દિશા પછી શંકર અને પાર્વતીને પ્રણામ કર્યા.

“બોલો નારદ શું વાત છે…” શંકર અને પાર્વતી બંને કૈલાશ પર્વતની શીખા પર માનસરોવર પાસેના ઘાટમાં બેઠાબેઠા હાથ ઉંચા કરી આશીર્વાદ આપતા પૂછ્યું. શંકર ભગવાન પાર્વતી સામે મંદ હસ્યા અને નારદ સામે જોઈ રહ્યા.

“તમારાથી મારા પ્રશ્નો ક્યાં અજાણ હોય છે. મહાદેવ” નારદજી એ વારાફરથી ફરી વાર બંનેને પ્રણામ કરતા કહ્યું.

“નારદજી તમારા મનની વાત તો અમને તમારા ચહેરા પર દેખાય છે. પણ આટલી ઉત્સુકતાનું કારણ નથી સમજાતું.”

“ઉત્સુકતા…!! પ્રભુ હાલ હું પૃથ્વી લોક પરથી જ આવ્યો છું. ગણેશચતુર્થીની મોસમ છે અને ભગવાન ગણેશના મોદક અને લાડુ ખાવાના દિવસો છે. ઘણા સ્થાને ગણેશજીની ધામધુમથી પૂજા થઇ રહી છે અવનવી પ્રસાદો એમને ચઢાવાય છે. એ જોતા ગણેશજી અનહદ પ્રશન્ન હોવા જોઈએ અને અહીતો હાલત ઉલટા જ દેખાય છે. પ્રભુ આવા સમયે ગણેશજીનું રીસાવું અને ગુસ્સે થવું મને નથી સમજાતું.”

“જે તમે જોઈને આવ્યું એજ તો એમના ગુસ્સાનું કારણ છે.” મહાદેવે સ્મિત સાથે જવાબ આપ્યો.
“હું કઈ સમજ્યો નઈ. પ્રભુ…” નારદજી થોડાક મુંઝવણ અનુભવતા સવાલ કર્યો.
“જુઓ નારદ, ભગવાન ભાવના ભૂખ્યા હોય છે ના કે ભોગ ના. તમે ક્યારેય અમારી પ્રતિમા બનાવી છે? ક્યારેય તમે અમારા માટે ભોગ લઈને આવ્યા છો? ક્યારેય તમે અમારા માટે ધન-સંપતિનો લાલચ લઈને આવ્યા છો? તમે ક્યારેય નાના-અને મોટા શિવલિંગમાં અલગ ભગવાનને જોયા છે?” મહાદેવ હજુય મુસ્કુરાઈ રહ્યા હતા.

“પ્રભુ તમારી વાતો મને સમજાતી નથી. મને એજ સમજાવો કે પ્રભુ ગણેશ ગુસ્સામાં કેમ છે?” નારદજી ફરી એક વાર પ્રણામ કરતા બોલ્યા.
“એજ તો વાત છે ને પુત્ર…” પાર્વતીજીએ છેવટે મુખારવિંદમાંથી શબ્દો છોડ્યા.
“પણ, આપનો પુત્ર આપ બંને છો એટલો શ્રેષ્ઠ નથી એટલે મને આવી ગુઢ અને ગહન વાતો સરળ રીતે જ સમજાય છે આપ તો જાણો છો માતા.”

“હા… હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું જરા ગણેશજીના શબ્દો તમારી આંખે જોઈ લ્યો.” મહાદેવે પોતાનો હાથ આશીર્વાદ આપવાની અદાથી ઉંચો કર્યો અને એમાંથી એક જ્યોત નીકળી નારદજીમાં સમાઈ ગઈ. નારદજીનું આખું શરીર ઝળહળી ઉઠ્યું જાણે હજારો રવિ એમાં સમાઈ ગયા હોય એમ અને થોડીક વારમાં ફરી સામાન્ય થઇ ગયું.


~~~~~~~~~ દિવ્ય દ્રષ્ટિ (નારદજી ને દિવ્ય દ્રષ્ટિમાં દેખાયેલું દ્રશ્ય)~~~~~~~~~~


ગણેશજી ગુસ્સામાં લાલચોળ થઈને મહાદેવ અને પાર્વતી સામે આવીને ઉભા રહ્યા. ‘પ્રણામ પિતાશ્રી’ એમના શબ્દોમાં હળાહળ ગુસ્સો હતો.

‘બોલો પુત્ર આજે ગુસ્સામાં કેમ…’ પારવતીજી એ પૂછ્યું.
‘પિતાશ્રી પાસેથી મારી શક્તિ વાપરવા છુટછાટ લેવા આવ્યો છું.’
‘કેવી શક્તિ પુત્ર…’ શંકરે સમાધી માંથી બહાર આવતા જવાબ આપ્યો.
‘મારી એ શક્તિઓ જેના કારણે મને સૌપ્રથમ પૂજવામાં આવે છે.’ ગણેશજી નીચે જ જોઈને બોલી રહ્યા હતા.

‘કરવા શું ઈચ્છો છો પુત્ર.’ શંકર હાસ્ય વેરતા બોલી ઉઠયા.
‘હું આ મૂર્ખ લોકોને સમુદ્રના પાણીમાં વહાવી નાખીશ. જે મારા અસ્તિત્વ સાથે રમત રમી રહ્યા છે, અને ભક્તિના નામે પોતાની ધન-સંપતિણો દંભ પોકારી રહ્યા છે. અને એવા મૂર્ખ ભક્તોનો પણ જે મારું વારંવાર અપમાન કરે છે. એમના કારણે મને પાપનો ભાગીદાર ગણવામાં આવી રહ્યો છે. અને આવા મૂર્ખ અસ્તીકના ચક્કરમાં મારા શ્રેષ્ઠ ભક્તોનો ભરોસો પણ તૂટી રહ્યો છે.’ ગણેશજી બોલતા રહ્યા.

‘અસ્તિત્વ સાથે રમત…?’ શંકર અને પાર્વતી બનેના ચહેરા પર હજુય નિરમલ હાસ્ય વહી રહ્યૂ હતુ.
‘મારું શરીર કયા તત્વનું બનેલું છે જરા જણાવશો પિતાશ્રી… અને એ છેલ્લે કયા તત્વમાં વિલીન થઇ જશે?’ ગણેશજીએ પ્રથમ વખત સીધી દ્રષ્ટિ સાથે વાત કરી.
‘તમે પણ જાણો છો અને સમગ્ર સૃષ્ટિ પણ આ સત્ય જાણે જ છે.’ શંકર સ્મિત સાથે બોલી ઉઠ્યા.

‘આ સંસાર તો દંભી છે ધર્મના નામે રમાતા ખેલ અને ઊંચ નીચની રમતમાં ભગવાનને રમત સમજી બેઠો છે. એતો એ પણ ભૂલી ચુક્યો છે કે સજીવ ક્યાં તત્વનો બનેલો છે. એણે તો ભગવાનને પણ પોતાની રીતે બનાવવાનું શરુ કરી દીધું છે.’ ગણેશજી ગુસ્સામાં બોલ્યા.

‘પંચતત્વથી નિર્માણ અને એમાજ વિલીન થઇ જવું એજ બ્રહ્માની સૃષ્ટિની નિયમ છે ને…?’ શંકર ભગવાન બધું સમજી રહ્યા હોય એમ ગણેશજીને બોલવા જાણે ઉશ્કેરી રહ્યા હતા.

‘મને જ્યારે પધરાવવાનો જ હોય તો મારી ભક્તિના આવા નાટકો કેમ અને મારું જ્યારે અપમાન કરવું જ હોય તો આ મોટી મોટી ઈમારતો જેવી મૂર્તિ બનાવી નાટકો કરવાની જરૂર શું? શું સાચેજ મોટી મૂર્તિ મોટા ગણેશ પ્રગટ કરે છે પિતાશ્રી હું તો મૂળ એજ રહેવાનો ને જે છું. વેતની મૂર્તિ સામે થતી પ્રાથના મને ઈમારત જેવા મુર્તિવાળા અપમાનથી પ્યારી લાગે છે. આ દંભી લોકો મને કેદ કરી નાખે છે અને પછી ગંદા નાળાઓમાં સડવા માટે મૂકી દે છે. હું ઈચ્છું છું કે એવા દરેક દંભી જે બ્રાહ્માની સૃષ્ટિના નિર્માણ કાર્યમાં ખલેલ કરે છે એમણે ભસ્મ કરી નાખું પછી ભલે ને એ મારા ભક્તો જ કેમ ન હોય.’ ગણેશજીની આંખોમાં જાણે દાવાનળ સળગી રહ્યો હતો.

‘શાંત, પુત્ર શાંત…’ ભગવાન શંકરે જવાબ આપ્યો અને ફરી બોલ્યા ‘પણ તું વિનાશ સર્જવાની વાત કેમ કરે છે પુત્ર.’

‘નથી જોઈતા મારે આવા ભક્તો જે મારી વેદના સમજી જ ન શકે.’ ગણેશજી ધીમા પડી ગયા. શંકર ભગવાન પોતે પણ ત્યાજ બેઠા બેઠા કામસર અંતરધ્યાન થઇ ગયા.

‘વેદના શેની પુત્ર…’ મહાદેવના અદ્રશ્ય થયા પછી પાર્વતીજી બોલ્યા.
‘મારે નથી પૂજાવું કોઈની પાસે, મારા ભક્ત મને મનોમન યાદ કરી ન શકે. હું અને દરેક દેવી દેવતાઓ પણ, અમે બધા તો ભાવના ભૂખ્યા છીએ અમારે ભોગ અને ધન સંપતિ સાથે લેવા દેવા જ શું? શા માટે આ મોટી મોટી મૂર્તિઓ, શા માટે પધરામણી સમયે સંપતિનો આટલો બધો વ્યય, શા માટે માટીની નઈ અને પ્લાસ્ટર ઓફ પેરીસ જેવા ઝેરી અને વિનાશક તત્વોમાં મને બાંધી દેવાય છે. તમને ખબર છે હું એમાં મુક્ત પણ નથી થઇ શકતો. એ બ્રહ્માના વિરુદ્ધ જવાનું કાર્ય છે. જ્યારે પૃથ્વી પર દરેક સજીવ અસ્તિત્વ પંચધાતુ માંથી જ નિર્મિત થાય છે તો હું પ્લાસ્ટર ઓફ પેરીશનો કેવી રીતે હોઈ શકું? જ્યારે મારે પણ એક દિવસ માટીમાં મળવાનું છે તો હું એની સાથે કેવી રીતે મળી શકું. માટીના માનવી મને માટીનો બનાવી જીવંત ના પૂજી શકે એમણે મારો બુથ બનાવવાની જરૂર જ શું, પછી કહેશે આતો માત્ર મૂર્તિ છે હવે તમેજ કહો માતાશ્રી પ્લાસ્ટર ઓફ પેરિસના સજીવ ક્યારેય જોયા છે તમે…’ ગણેશજી પિતાના ગયા પછી માતા સામે ખુલીને બોલવા લાગ્યા હતા.

‘એમની અસ્થા ને શ્રદ્ધા ને માન આપવું જોઈએ અને ભક્તો ને ક્ષમા કરતા શીખવું જોઈએ… પુત્ર.’ આશાભરી નજરે પાર્વતીજી ગણેશજી સામે જોઈ રહ્યા.

‘આસ્થા, શ્રદ્ધા અને માન કે ક્ષમા જેવા શબ્દો મને વ્યર્થ લાગે છે. મારા ભક્તો ક્યારેય મને લલચાવતા ન હોવા જોઈએ મારે તો પ્રેમ જોઈએ છે એમની સંપતિનો દંભ નથી જોવો, એમની ચડસા ચડસી નથી જોવી. તમને ખબર છે માતા એક બીજાની મોટી મૂર્તિ જોઈને એ લોકો વધુ મોટી મૂર્તિ માટે પણ એકબીજા સાથે હરીફાઈ કરે છે. અને ત્યારે એમની ભક્તિનો ભાવ તો નાશ પામી જાય છે. પછી તો એ લોકો માત્ર દેખાવ કરે છે સાચે જ મને પ્રેમ કરતા હોય તો એવા બહુ ઓછા ભક્ત છે જેની વાતો અત્યારે પણ હું સાંભળી શકું છું.’ ગણેશજી ના ચહેરા પર આવ્યા પછી પ્રથમ વખત સ્મિતનું ફૂલ ખીલી ઉઠ્યું.

‘કોણ છે એ વ્યક્તિ જેણે તારા બળતા હૈયા પર ઓચિંતી ટાઢક પથારી દીધી?’
‘એમાનો એક તો ગરીબ માણસ છે. જે મારા માટે કટકો લાડુ પણ નથી લઇ શકતો છતાં મને અતિ પ્રિય લાગે છે.’
‘એ કોણ છે, પુત્ર.. તારા ચહેરે સ્મિત ખીલવનાર જરૂર કોઈ મહાન ભક્ત હશે.’

ગણેશજી એ સામેની દીવાલ પર એક દ્રશ્ય બતાવ્યું. જેમાં એક વ્યક્તિ રસ્તાની કિનારી પર સુતો રહીને કઈક વિચારી રહ્યો હતો. રાતના આઠ વાગી રહ્યા હતા અને થોડીક વારમાં જઈને તે બાજુના મંડપમાં આરતી જોવા લાગ્યો અને તરત જ દોડીને દુર ભાગી જઈ એ એક સમુદ્ર તટ પર પહોચ્યો.

‘એ શું કરે છે પુત્ર?’ પાર્વતીજી એ નજીક આવતા પૂછ્યું.
‘એના શબ્દો સાંભળો માતા આપોઆપ સમજાઈ જશે.’

‘પેલો વ્યક્તિ સમુદ્રના તટ પાસે બેસી ગયો હતો. એને અહીં સુધી આવવા ૩ કિમી જેવી દોડ લગાવી હતી. એના મનમાં એ ભીડમાં હા-હો અને ઊછળ કુદ જોયા પછી એના મનમાં કેટલાય વિચારો ગુમરાઇ રહ્યા હતા. એણે છેવટે પોતાનો બળાપો કાઢવા ગણેશજીને જ વાતો કરવાનું શરુ કર્યું છે.’

‘હે ગજાનંદ માફ કરજે કદાચ મારાથી કઈક વ્યર્થ બોલાઈ જાય તો પણ હું આ પથ્થરિયા દેવોને નથી માનતો. હુતો દિલમાં સજીવન આત્માને જ તારામાં પવિત્ર રૂપે વસતો જોઉં છું, કદાચ તું પણ એજ શક્તિને આધીન હશે ને પ્રભુ. કદાચ હા તને પણ કોઈકને અધીન જોયો છે મેં ઘણી વાર. મારા પ્રશ્નો આજની આ દંભી આસ્તીકતામાં કદાચ તને પણ નાસ્તિકતા જેવા લાગે તો નવાઈ નથી. દરેક ભગવાનને ગંદગીમાં અળોટીને અપમાન સહેવાની આદત પડી ગઈ છે. દરેક ભગવાન હવે લાલચી થઇ ગયો છે. રીસવતખોર થઇ ગયા હોય બધા દેવો એવું લાગે છે મને તો. જે અમીરો એનું હળાહળ અપમાન કરતા હોય એમની સાથે રહે છે અને અમારા જેવા ગરીબોથી દુર ભાગે છે. પણ પ્રભુ તને નથી ખબર અમારા જેવા નાસ્તિકો જેવી ભક્તિ આજના અસ્તીકો નથી કરી શકતા. તને શું લાગે છે મોટી મૂર્તિ વાળા તને વધુ ચાહે છે એમ? તું ખોટો છે પ્રભુ… સાવ ખોટો… એતો બાજુના મહોલ્લામાં છાપ પાડવા પુરતી મોટી પ્રતિમા બનાવી છે. એ પણ પ્લાસ્ટર ઓફ પેરીસની એટલે કે તારે અનિચ્છાએ પણ ગટરના ગંદા પાણીમાં સતત લાંબો સમય સાડવાનું જ છે. પછી પીધા કરજે ગટરના પાણીમાં ચાર દિવસ મોદકના ઢગલા ધરી તને રાજડતો કરી મુકશે ને ત્યારે સમજાશે. મારા ઘરે તારી મૂર્તિ એક વેંતની છે પણ તને તરત શાંતિ મળે એવી. તું એમાં રહી શકીશ એવી, અને જ્યારે તને હું વિસર્જિત કરીશ માત્ર ત્રણેક મીનીટમાં તું તારા સ્વર્ગ લોકે જઈ શકીશ. મેં જાતે બનાવેલી મૂર્તિ માટીની છે નાની છે એ વાત સાચી પણ જ્યારે કણ કણમાં તું છે તો મારે કરોડો કણ ભેગા કરવાની જરૂર શું. તું તો નાની મૂર્તિમાં પણ એટલોજ હોઈશ ને જેટલો પેલી એક માળે અડકે એવી મૂર્તિમાં છે? મારે તને રજળતો નથી કરવો એટલે મેં માટીની અને નાની પ્રતિમા બનાવી. કદાચ એ પણ મને તો યોગ્ય નથી લાગતું તને પૂજવા મૂર્તિની જરૂર હોયજ ક્યાં? પણ તુંય કઈ માટીનો બનેલો છે કે પછી તારા આજના અમીર ભક્તો એ તને પણ હવે પ્લાસ્ટર ઓફ પેરિસનો બનાવી દીધો છે. સાંભળ જે ગજાનંદ તારું અપમાન કરનારા ને તું કેમ બક્ષી શકે છે. તારી અસંખ્ય મૂર્તિઓ આ ચતુર્થી પછી અથડાતી પછડાતી રહેશે. ગંદગીમાં રગદોળાશે, શું તને ગમશે? ન જ ગમે ને તો કેમ નથી રોકતો તું એમને ગજાનંદ કેમ? ગલીએ ગલીએ તારી વિશાળ પ્રતિમાઓ કેમ? આ શહેરમાં માત્ર આજ શહેરમાં તારી ઓછામાં ઓછી ૫૦૦૦૦ પ્રતિમા હશે, વિચાર કર એમને વિસર્જિત કરવા કેટલું પાણી જોઈશે અને કેટલી સંપતિ વેડફાશે અને છતાંય તું તો દુઃખી નો દુઃખી જ ને? પ્લાસ્ટર ઓફ પેરીસ અને અસંખ્ય મૂર્તિઓના અસંખ્ય કિલો જથ્થો આ સમુદ્રમાં ઠલવાશે. એમાંથી છુટા પડતા તત્વો સમુદ્રના પાણીને પ્રદુષિત કરશે અને એ જેરી તત્વો કેટલાય સમુદ્ર જીવોનો ભોગ લેશે અને એનો પાપ તારા માથે જ આ દુનિયા મઢી દેશે. પછી વેઢાર્યા કરજે પાપનો ટોપલો. અને આતો મુંબઈની વાત થઇ દોસ્ત જ્યા સમુદ્ર નથી ત્યાં નદીઓ, સરોવરો અને તળાવોના જીવોનો પણ તારા કારણે ભોગ લેવાશે. તને તો વિસર્જન પછી કોઈ યાદ નહિ જ કરે પણ તારા પાપ જરૂર ચોપડે નોધાસે અને ક્યાંક તો પાણીના અભાવે ગટરના પાણીમાં પણ તને ફેંકી દેવાશે [એને વિસર્જન કેમ કહી શકું એટલે ફેંકી દેવાનું કહું છું પ્રભુ.]. પછી ના તો તું વિસર્જિત થઇશ કે ના પંચધાતુમાં વિલીન થઇ શકીશ [કારણ માટી જ માટીમાં મળી શકે છે એ વાત તું ક્યાં નથી સમજતો] અને ક્યાંક ગંદગીમાં આળોટીશ તો ક્યાંક ઝેરી તત્વોથી થતો વિનાશ પોતાની સગી આંખે જોયા કરીશ. અને સ્વર્ગની કામના કરતો રહીશ પણ તને એ નશીબ નહિ થાય તું પાપી કહેવાઈશ પાપી… કેટલાય મોતના સમાચાર તારા વિસર્જન વખતે પણ આવશે કેટલાય ડૂબશે અને કેટલાય મરી પણ જશે. અને હા સમુદ્રી જીવોનો કે પાણીમાં રહેતા સજીવોનો નાશ તો હજુ મેં ગણ્યો જ નથી. અને જો સાચેજ આ વર્ષે પણ આવું થશે તો હું તને ધીક્કારીશ… તને માનવાનું છોડી દઈશ મારે એવો ભગવાન નથી જોઈતો કે જે કત્લેઆમ સર્જે અને પાપ કર્યા કરે સમજ્યો. તારી મૂર્તિઓ કેટલાય જીવો જાણ્યે અજાણ્યે લીધા જ કરશે.

મને માફ કરજે ગજાનંદ પણ આજ સત્ય છે કારમું સત્ય.
‘મારે એને કઈક તો સમજાવવો જ પડશે ને….’ ગણેશ માતાને પ્રણામ કરી ત્યાંથી નીકળી ગયા. અને ભગવાન શંકર ફરી ત્યાં ઉપસ્થિત થઇ ગયા. એમના ચહેરા પર સ્મિત હતું કેટલાય ગુઢ રહસ્યોને છુપાવતું સ્મિત.


~~~~~~~~~~~દિવ્ય દ્રષ્ટિ અંત~~~~~~~~~~~~~


“અનર્થ પ્રભુ અનર્થ…” નારદજી એ દ્રશ્ય જાણે સાક્ષાત જોઈને બોલતા હોય એમ બોલ્યા.
“હવે તમે જ કહો હું એમને અનુમતિ કેવી રીતે આપી શકું.” શંકર ભગવાનના ચહેરા પણ હજુ સુધી સ્મિત લહેરાઈ રહ્યું હતું.

“પણ આતો દરેક દેવીદેવતાનો પ્રશ્ન છે…”
“હા, દરેકનો પ્રશ્ન છે…” એમણે ફરી ગુઢ સ્મિત વેર્યું.
“આપકી લીલા આપ હી સમજ શકતે હે પ્રભુ…” નારદજી ‘નારાયણ… નારાયણ…’ ના વાક્યો સાથે ત્યાંથી વિદાય થઇ ગયા.
Written By :~ સુલતાન સિંહ
raosultansingh@gmail.com
https://vichaarvrund.wordpress.com/

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s