કાલે અચાનક ને સાવ ઓચિંતા જ,
ઊભી રહી ગઇ સામે સવાલ લાવીને,

ફરે તો છે ધરતીના ગુમનામ છેડે જ,
છતા છે ખુશ વરસાદની વાત લાવીને,

નથી ખબર પ્રેમ વિશે એને કાઈ જ,
આપી ગઇ બાગમાંથી ગુલાબ લાવીને,

સમજાયું નઈ વાતો ક્યાંથી શીખી હસે,
મને કહે કે આપો આભથી ચાંદ લાવીને,

વાદળની શક્તિનો અંદાઝ તો નથી જ,
તોય ખુશ હાથમાં ટીંપા બેચાર લાવીને,

સપના સાર્થક હંમેશા થાય નહીં જાણે જ,
છતા હરખાય છે સપનાની વાત લાવીને,

હવે નથી રહી મારા દિલ સિવાય ક્યાં જ,
છતાં ઘાવ કરે તાજા યાદ અપાર લાવીને,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧:૧૨, ૬ સપ્ટેમ્બર ૨૦૧૬)

Advertisements