નહીં મળે હવે અહિં આપણને રસ્તો,
હાલ મળે તો ક્યાંક દુર ભાગી જઇએ,

જંગલો પણ નથી સલામત હવે અહિં,
હાલ જાતે જ આગ બની લાગી જઇએ,

પ્રેમતો મનમાં હંમેશ રહ્યો છે અવિરત,
રાધા ચલ સાથે ગોકુળ ત્યાગી જઇએ,

સાકર સમજી વારંવાર ચાવ્યા કરે છે,
આજે કરેલા જેમ કડવા લાગી જઇએ,

અંધકાર છે ચારે કોર હવે અહિં જગમાં,
દીવડો પ્રગટાવ રસ્તો શોધી જઇએ,

ફુલ બની વરસવૂ મંજુર નથી અહિં તો,
ચાલ પથ્થર બની સીધા વાગી જઇએ,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૯:૧૪, ૧૯ ઓગષ્ટ ૨૦૧૬)

Advertisements