ખુદા શબ્દ છે, તો ખુદા પણ હશે,
ભલે બધાના ઇશ્વર જુદા પણ હશે,
શક્તિઓ પરમાત્મામા વિલીન થવાની,
ભલે અલ્લાહ ને ઇશ્વર જુદા પણ હશે,
ક્યાંક હશે મર્યાદાનાં બંધનો હજુ,
ક્યાંક સ્વતંત્રના કિનારા પણ હશે,
મર્યા પછી ક્યાં પ્રાણ રોકાશે જોવા,
એ પરમાત્મા સામાન કે જુદા પણ હશે,
આવતોનાં એ પરમાત્મા શોધવા ને ઘર,
તારા મંદીર, મઝાર અહિં જુદા પણ હશે…
(આમાં પ્રથમ પંક્તિ ” ખુદા શબ્દ છે, તો ખુદા પણ હશે,” કવી શ્રી જલન માતરી જી ની છે…)
Advertisements