શીર્ષક :- મારો ભારત મહાન છે…

કોણ કહે છે ભારત મહાન છે?
કોણ કહે છે અહિં સંવિધાન છે?
હોય તોય ક્યાં એની અસર,
જરા અમથી વર્તાય છે,
ભલે ને ભગવાન લાખો,
કે ૩૩ કરોડ હોય, અથવા
અલ્લાહ, જીજસ, વાહેગુરૂ,
જેવા ભેદ રાખતાં હોય,
અહિં કોણ પૂજાય છે?
સમજાતું જ નથી ઘણી વાર,
કોને માં-બાપ કહેવાય છે?

વાસ્તવિકતા એ છે આ દેશની,
અહિં દેશ કરતા ધર્મ મહાન છે,
માણસાઈ કરતા અસમાનતા,
અને જાત પાત વધું ગણાય છે,
દેશ પ્રેમ મોસમી આવે છે,
ક્યારેક એક દિવસીય હોય,
ક્યારેક બે દિવસીય દેશપ્રેમ,
ક્યાંક નેતા લૂંટી ખાય છે,
ક્યાંક ધર્મની ધજા ઊંચકાય,
ધુતારા પૂજાય ને સારા લોકો,
અહિં બે મોત મરાય છે,
સિપાહી ગોળી ખાય છે અહિં,
આતંકવાદી જમાઈની જેમ,
z+ સિક્યોરિટીમાં સચવાય છે,

શબ્દો નથી કહેવા માટે…
કે કેમ આ દેશ મહાન છે કહું,
૧૦૦ માંથી ૯૮ ધુતારા છે અહિં,
છતાં કેમ દેશ મહાન છે…?

અહિં માત્ર બે એવા છે,
માત્ર, બે વ્યક્તિઓ છે ૧૦૦માં,
જેમનો શ્વાસ ભારત છે,
એમનો વિશ્વાસ ભારત છે,
અને મા-બાપ ભારત છે,
ધબકતા હૈયે ધબકાર ભારત છે,
આસ્થા, ભક્તિ, શક્તિ ભારત છે,
ભારત માટે મરનાર છે,
અને મારી જાણવા વાળા પણ,
બસ કદાચ
એટલે ભારત મહાન છે..

બસ એટલે જ ભારત મહાન છે,
મારો દેશ મહાન છે, એની
ભૂમિ એની હવા અને અહેસાસ,
મહાન છે… બસ…
એટલે જ મારો દેશ…
મારો દેશ ભારત મહાન છે…

© સુલતાન સિંહ ‘જીવન’
( ૭;૧૮, ૧૬ ઓગષ્ટ ૨૦૧૬ )

Advertisements