આજ ફરી કંઈક નવું થશે,
યાદો અને વિશ્વાસ,
એનું સ્થાન હવે જૂનું થશે,
સવાલ પૂછશે ફરીવાર,
જવાબી કમાન ઢીલું થશે,
વરસતો રહેશે વરસાદ,
કાલ એ અસમાન સૂકું થશે,
ભલે સુકાય એ રણ,
પ્રેમ વર્ષામાં એ ભીનું થશે,
આજ બદલાઇ છે ને,
નવું છે કાલ એય જૂનું થશે,
ક્યાં સુધી ભાગીશ,
આકાશ ક્યાં કદી પુરુ થશે,
ફરી કરીશ ને સવાલ,
જવાબ માટે સો સવાલ થશે,
આવી જા પાસ હવે,
આ જીવન હવે તો સુનું થશે…


~ સુલતાન સિંહ ‘જીવન’
(૮:૩૪, ૧૦ ઓગષ્ટ ૨૦૧૬)

Advertisements