થરથરાવી ગયું એ,
આજ ઓચિંતા જ મને,
ગાલે અડકયૂ પણ,
છેક ઊંડે દિલમાં,
એ અનુપમ સ્પર્શની,
યાદો ને ઝંઝોળી,
વાગોળીને ફરી વાર,
તારી યાદોને જીવંત,
બનાવી સરી ગયુ,
એ ટીંપુ પાણીનું…

હલેસા કોઇક જાણે,
મારતું રહ્યુ છે,
આજ, કાલ ને હંમેશ,
અને આ લાગણીનું,
ઝાકળ ધીરેકથી,
અમસ્તાજ સરકી,
જાણે પાંદડા પરથી,
વહી આખા સમુદ્રને,
ઝંઝોળી ગયુ ફરી,
એ ટીંપુ પાણીનું…

~ સુલતાન સિંહ ‘જીવન’
(૧૧:૧૫, ૯ ઓગષ્ટ ૨૦૧૬)

Advertisements