ભીની માટીની જેમ…

શીર્ષક :- ભીની માટીની જેમ…

વરસતા આ વરસાદમાં,
સુગંધ જાણે ભીની માટીની જેમ,
તારી માદકતા આજ,
ફરી અનુભવાય છે,
એ શીતળતાની છાવમાં,
સ્પર્શતો તારો અહેસાસ,
તારી યાદો ફરી સમયને,
જાણે કે હાથ તાળી દઈને,
દોડી આવે છે ભીની માટીની જેમ,

ફરી એ વીજળીનો કડકડાટ,
સૃષ્ટિનો નાથ આજ ફરી,
આ કૃષ્ણ તણી રાધાના,
પાછા ફરવાની જાણે કે,
જાહેરાત પૂર જોશથી કરે છે,
ફરી તારો એજ ભીના હોઠ,
તણો અહેસાસ અનુભવાય હોઠે,
એ સ્પંદન તડપતો કરી ને,
જાણે ફરી હાથ તાળી દઈને,
દોડી જય છે ભીની માટીની જેમ,

આથમતા સુરજ સમી એ હેલી,
ઉગતા સૂરજે છુપાતો અંધકાર,
પણ ‘જીવન’ જો, કંઈક બોલ,
પ્રેમ તો ઉજાસ હતો ને,
આપણા મન મિલનનો?
પછી કેમ સમે, છુપાય છે?
ફરી કેમ તારી યાદો આજ,
જાણે તુ અહિં જ પાસે છે, ને તારા,
હોઠે મંડાઈ પ્રીત પાંગરે ત્યાંજ, તુ
વિખેરાઈ જાય ભીની માટીની જેમ…

~ સુલતાન સિંહ ‘જીવન’
(૧૨:૦૦, ૮ ઓગષ્ટ ૨૦૧૬)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s