તને જોઉં ને,
બસ જોયા જ કરૂ,
એજ તો પ્રેમ,

કાઈ ન કેવું,
સ્પંદનમાં જીવવું,
એજ તો પ્રેમ,

લૂંટાય દિલ,
તોય હસતો રહુ,
એજ તો પ્રેમ,

તુ કહે છે ના,
તોય તને જ ચાહું,
એજ તો પ્રેમ,

ઝંખતો રહું,
અને ચાહતો રાહુ,
એજ તો પ્રેમ,

ચાહત બસ,
તારી ખુશી માટેની,
એજ તો પ્રેમ,

કોણ કહેશે,
શુ છે પ્રેમ, કે પછી,
આજ તો પ્રેમ…


~ સુલતાન સિંહ ‘જીવન’

(૬:૦૯, ૩ ઓગષ્ટ ૨૦૧૬)

Advertisements