વિચારવૃંદ (૧ ઓગષ્ટ, ૨૦૧૬)

વિચારવૃંદ (૧ ઓગષ્ટ, ૨૦૧૬)


                ઘણુ વિચારું કે રાજનીતિ પર કાઈ ન લખું… પણ ક્યારેક પેન અને કાગળ વિચારોને ટાંકી લેવા મજબુર કરી મુકે છે. પણ કેટલાંક એવા લોકો હોય જેમને શુ બોલવું એની સમજ નથી હોતી… છતાંય આ મીડિયા એમને એવી રીતે પ્રકાશિત કરે જાણે આજે આ આપણું ભારત એમનાં કારણે જ છે અને, એ નાં હોત તો જાણે ભારત પડી ભાગ્યું હોત… કહેવાય છે અવાજ ઉઠાવવો જોઈએ… પણ એથી પેલા અવાજ સાંભળવો અને દેશ હિત અથવા રાજ્ય હિતમાં કેમ બોલવું એ શીખવું જોઈએ…

ભારતની લોકશાહી એટલી ભવ્ય છે કે એનાં પર થયુ કાંઈક લખું અને આ મસ્ત રચના થઈ ગઇ..

જોને આજ દુનિયા કેવી કમાલ કરે છે,
ચોર પોતેજ સાહુકાર ને સવાલ કરે છે,

~ સુલતાન સિંહ ‘જીવન’

              આજે એટલે કે ૧ ઓગષ્ટનાં દિવસે બનેલી ગુજરાત રાજ્યની મુખ્ય વાત એટલે મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેનના રાજીનામાં અંગે ની… ((હું એમને માત્ર મુખ્યમંત્રી જ કહીશ ન કે ભાજપના ઉમેદવાર, પટેલોનાં હિતેશી એવા કોઈ શબ્દ હુ ઉપયોગમાં નથી લેવા માંગતો એટ્લે કે મુખ્યમંત્રીની શપથ સાથે એમણે પક્ષ અને જ્ઞાતિ ધર્મના બંધનો છોડી માત્ર અને માત્ર રાજ્યના હિત સિવાય કઈ વિચારવાનું હોતું જ નથી. અને પક્ષપાતી વિચારવું પણ મારા ઍક પ્રકારે રજદ્રોહ ગણાય. એવું કદાચ આપણાં કાયદાઓ કહેતાં જ હશે મે રેફરન્સ તરીકે વાંચ્યા નથી એટ્લે સ્યોર નઈ કહી શકુ))

                   હવે ખાસ વાત કે મોદી સાહેબના ગયા પછી ગુજરાત કોમવાદ, સંગઠન વાદ અને જ્ઞાતિવાદ સિવાય આનંદી બેનના રાજમાં કઈ સારું જોઇ શક્યું નથી, (હકારાત્મક પાસા કોઈ જોતું નથી એટ્લે એનો ઉલ્લેખ નથી કાર્યો બાકી શાસનમાં સુધારા હોય જ…) વિપક્ષે પોતાના રોટલા શેકવા દેશની જનતાને બળતણ તરીકે વાપરી છે. અને મૂર્ખ જનતા એ પોતાના ચૂલા નીચે બળતણ જોવા માત્રનો જ વિચાર કરીને એમને સાથ પણ આપ્યો છે એમા બે મત નથી. ઘણી વાર એવું લાગે આ રાજનીતી વાળા લોકો માટે દેશપ્રેમ કે રાજ્યપ્રેમ કોઠા પર બેઠેલી વેશ્યા કરતા કાઈ ખાસ મહત્વ પુર્ણ નથી. કારણ એમનામાં જરા અમથું પણ જો માન હોય દેશ વિશે તો આવા તોફાનોમાં મુલાકાતી મહેમાન મહાનુભાવો ગુજરાતની બળતી આગ માટે પાણી લાવત પણ ના એ લોકો હંમેશા ઘી લઇને જ આવ્યાં છે. એ આશાએ કે આ પક્ષની બળતી આગમાં આપણી ખીચડી રાંધી લઈએ. એવા નેતાની રાજ્ય કે દેશને સાચે જ જરાય જરૂર નથી અને એવા ઘેટાંઓની પણ જરૂર નથી જે કારણ જાણ્યા વગર અને તારણ કાઢ્યા વગર આગળ ચાલતા ઘેટાં પાછળ હાલ્યા જાય છે. ઘણી વાર તો રેલીમાં હાલતા લોકો ને એ ખબર ના હોય રેલી કયા કારણે નીકળી અને એનો હેતુ શું છે. આ રેલીઓ નથી આ દાદાગીરી છે ક્યારેક લાગે ગુજરાત હવે ગુજરાત નથી પાકિસ્તાન છે. જ્યા રોજ દંગા થાનો ડર લઈને જીવવું પડે છે. ક્યારે બસો બંધ થઇ જાય, ક્યારે મારપીટ શરુ થઇ જાય, ક્યારે કોઈ નવા સ્થાપકો ઝંડા લઈને નીકળી જાય એજ નથી સમજાતું. શહીદી શબ્દ તો એવી રીતે વપરાય છે કે આજથી ૨૦ વર્ષ પછી શહીદ જવાનોના પરિવારોને એમના પતિ કે પિતાને શહીદ કહેતા પણ શરમ આવશે. દોષ હંમેશા સરકારનો કાઢવો એ ક્યાંનો ન્યાય છે, શુ જનતાની કોઈ જવાબદારી નથી હોતી. જ્યારે જાહેર મિલકત પર ઍક પથ્થર ફેંકાય ત્યારે એ પત્થર જાહેર જનતાના અધિકારો પર ફેંકાય છે, રાજ્યની માન મર્યાદા એમા ચિંથરે હાલ થાય છે. સરકાર કોની? સરકારી મિલકત કોની? નુકશાન કોનું? રાજ્ય કોનું? દેશ કોનો? વિચાર્યું છે ક્યારેય… સરકાર તો પાંચ વર્ષ કાઢી નીકળી જશે પણ રાજ્ય દરેક બદલાતી સરકારે અને જાહેર મિલકતને થયેલા નુકશાને 2 ડગલાં પાછળ પડતુ રહેશે…

               આજના એક ભાષણ ને સાંભળ્યા બાદ મને થોડુંક ઉમેરવાનું મન થયું. કદાચ આ વાત એ વ્યક્તિના ફોલોઅર્સને ખરાબ લાગી શકે અથવા ભડકાઉ લાગે પણ એટલું નઈ જ લખું જેટલું એણે કહ્યું છે. એ ભાઈ એટલે આપણા ગુજરાતમાં અંદોલન ને ક્રાંતિ આપનાર એવું લોકોના મનમાં છે વાસ્તવિકતા શું હોઈ શકે એતો એ જાણે આથવા એનો આત્મા. પણ આ ભાઈને જરા રાજનીતિના દાવ અને દેશની ગરીમા સાથે રમતા પહેલા શબ્દોનો ઉપયોગ શીખવો જોઈતો હતો. રાજ્ય હિતને ધ્યાનમાં રાખીને સમાજ હિત જોવું જોઈતું હતું અને એવું બન્યું હોત તો જરૂર આખું ગુજરાત એને સપોર્ટ કરતુ હોત. પણ, ખેર એં કાઈ બન્યું નથી એક વાર મળેલી સત્તાના નશામાં રાષ્ટ્રીય દ્રોહ કરી ચુક્યા છે. લગભગ એ હરકત કાશ્મીરી મુસ્લિમ સંગઠનો કરતા જરાય ઓછી ના હતી. તેમ છતાં એને મુક્ત કરાયો કારણ એણે આજ સારા માટે ઉઠાવી એની એ વાતને સલામ, પણ માત્ર સારા વિચારે ઉભું થવું એજ મહત્વપૂર્ણ નથી સારા વિચારો સાથે આગળ વધતા રહેવું એ પણ એટલું જ જરૂરી છે. અને આપણી પાછળ ૫૦૦૦ લોકો ઉભા હોય ત્યારે પોતાનું નઈ એમનું વિચારી બોલવું એ પણ જરૂરી છે. રોટલો શેકવો એ સારી વસ્તુ છે પણ કોઈકના જીવનમાં આગ લગાડી રોટલા શેકવા એ સારું નથી. હાલો ફરી મુદ્દા પર આવીએ.

                      આ ભાઈ આજે મુક્ત થયા અને એમને ટીવી વાળા એવી રીતે ઘેરી વળ્યા જાણે કે ક્રાંતિકારી ભગત સિંહ કે સરદાર પટેલ હૈદ્રાબાદના નિઝામને હરાવી પાછા ફર્યા હોય. અને આ ભાઈ સમજ્યા સાચે જ એ કોઈ મહાન હસ્તી છે એટલે એમના ભાષાનો ટીવી ચેનલો ચલાવે છે. પણ એ કેમ ભૂલી જાય કે ચેનલ વાળા તો એટલી હદે નિર્લજ થઇ ચુક્યા છે કે ટીઆરપી વધારવા કોઠે પણ જઈ શકે છે. અને પાકિસ્તાની ટેરેરીસ્ટના પણ ઇન્ટરવ્યું લઇ આવે છે. એવું જ આ ભાઈનું છે ગાંડા પાછળ ડાહ્યા દોડે એવું, અને આ ભાઈએ કર્યું શરુ બોલવાનું “આપણા મુખ્યમંત્રી આજે વિદાય થાય છે પણ એમણે આપણા સમાજનું ગૌરવ જળવાય એવું કર્યું નથી, આપણા સમાજ માટે એમણે કઈ કર્યું નથી. એમણે આપણા પ્રયત્નોને સમર્થન આપવું જીતુ હતું. એમણે સમાજના પ્રતિનિધિ તરીકે વર્તવું જોઈતું હતું. આપણા હિતેચ્છુ હોવું જોઈતું હતું. વગેરે વગેર…” પણ જે મારે સાંભળવું હતું એ એ નાજ બોલ્યો એણે ક્યાંય પણ ગુજરાત કે રાજ્યના વિકાસ અંગે નથી કહ્યું. એણે બસ પોતાના વિષે કહ્યું, પોતાના સમાજ વિષે પણ એ વ્યક્તિ ભૂલી ગયો કે જેણે રાજીનામું આપ્યું એ રાજ્યના મુખ્યમંત્રી હતા સમાજના આગેવાન નઈ કે એક સમાજનું ભલું કરવા એમણે સીટ અપાઈ હતી. પણ દુનિયાને એનું ભાષણ ગમ્યું હશે. સોરી દુનિયા ને નઈ એના ફોલોઅર્સને ગમ્યું એ એક ઘેટા પાછળ એના પાછલા બે પગ જોઈને હાલ્યા જતા એના ગાડરિયા પ્રવાહના સભ્યોને ગમ્યું હશે પણ જેના મનમાં રાજ્ય પ્રેમ કે દેશ પ્રેમ હશે એને જરાય નઈ ગમ્યું હોય. આ રાજ્યને તોડવાની વાતો છે અને આ નેતાના નઈ પણ ભાગલા પાડી રાજ કરો જેવા અંગ્રેજ નેતા ડેલહાઉસીના લક્ષણો છે. અફસોસ આજે દેશના લોકો જ દેશને ખંડિત કરવા પર તુલ્યા છે. કોઈક સમજે અને દેશ બદલાય એવીજ પરીસ્થીતી છે પણ એની શરૂઆત કોણ કરશે એની સાથોસાથ કમી પણ છે… શું તમે કરશો એની શરૂઆત…

                 હવે બીજા કેજુ બાબા જેમણે કઇક આવું ટ્વિટ કર્યું કે “आनंदी जी का इस्तीफा गुजरात में “आप” की भ्रष्टाचार के खिलाफ लडाई की जित हे.” પોતાના રોટલા શેકવા અને નામ વિકાસના દેવા. અથવા બેગાની શાદીમે અબ્દુલ્લા દીવાના જેવું આ તો બન્યું. જેને કોઈ લેવા દેવા નથી એ ગુજરાતનો હિતેષી બનવાની વાત કરે છે. આ ભાઈ ત્યારે કયા હતો જ્યારે રાજ્યમાં અરાજકતા ફેલાયેલી હતી. જે રાજ્ય ૧૬ વર્ષ શાંતિની મીઠી નીંદરે સુતું રહ્યું હતું એજ રાજ્ય ડરના ઓળાઓમાં ફફડતું હતું. જ્યાના બાળકો કરફ્યુંની વ્યાખ્યા નહતા જણતા એ આજે નિબંધો લખવા જેટલું જાણી ચુક્યા છે ત્યારે એમની આ હિતેષી વૃત્તિ કયા હતી. શા માટે ઠરેલી આગે ઘી છાંટવા જ આવવું પડે હિતેષી હોય એને એ પરવા ણા હોય કે સરકાર કોની છે, હિતેષી એવી આશા નો કારે કે પેલા સરકાર મને આપો અને હું વિકાસ કરું, હિતેષી કોઈના પર દોષના ટોપલા ના ફોડે એ તો પોતાની જાન પર ખેલીને રાજ્યના હિતમાં લાગી જાય પણ ના એવું નથી કરવું. પેલા એમના ચુલા નીચે લાકડા મુકો એમની બિરિયાની રંધાય તો તમને ખીચડી ખવડાવે, રાજ મળે તો તમારું વિચારે બાકી બળતી આગે ઘી રેડી ઓમ સ્વાહા કરીને ભાગી જાય. અને પછી સોશલ મીડિયા પર દેશપ્રેમ ઉભરાય. વાહ શું લોકો છે, શું આ ગુજરાત રાજ્ય છે, અને શું અહીની રાજનીતિ છે ધન્ય છે આવા લોકોને…

                      દરેક ગુજરાતી માટે પ્રથમ હિતેષી રાજ્ય છે. પછી કોઈ પક્ષ, પક્ષનો સાથ ક્યારે દેવાય જ્યારે એ રાજ્યની અસ્મિતા સાચવી શકે. ખંડિત કરનારો શું જાળવણી જાણતો હોય. પોતાના ઘેર છોકરા ટળવળતા હોય એ બીજાને ક્યાંથી જમાડવાનો. જ્ઞાતિવાદ, કોમવાદ અને સંગઠન વાદ રાજ્ય અને દેશની મૂળને બાળી રહ્યું છે એણે વધુ બાળનાર ની નઈ પણ ઠારનારની જરૂર છે. અને છેલ્લે કોઈ પક્ષ એ નથી કરતો તો રાજ્ય પોતે એના માટે કાર્ય કરવા સક્ષમ બને એજ જરૂરી છે. બારથી આવેલા આપણને શીખવે છે અને આપણે એમના રવાડે દાઝતા રહીએ છીએ. કેમ ના શરૂઆત કરીએ બદલાવની… પોતાનાથી… આજથી… અત્યારથી… હાલથી જ…


શું આપણે રાજ્ય માટે આટલું ના કરી શકીએ…????


~ નિષ્પક્ષ યોગ્ય સરકારની પસંદગી

~ રાજ્યની અસ્મિતાને જ્ઞાતિ, જાતી અને સંગઠન કરતા વધુ મહત્વની માનીએ.

~ પ્રથમ રાજ્ય પછી દેશને માન આપીએ.

~ કોઈ પાર્ટીને સમર્થન આપતા પહેલા સર્વહિતનો વિચાર કરીએ.

~ કોઈ પણ એવું કાર્ય જ્યા રાજ્યને નુકશાન થાય એનાથી બચીએ.

~ જાહેર મિલકતને પોતાની સમજી જાળવણી કરીએ.

~ જ્ઞાતિ વાદ છોડી રાજ્ય પ્રેમ અને દેશપ્રેમ ને માન આપીએ.

~ ઘેટાની જેમ બધું સમજ્યા જાણ્યા વગર કોઈની વાતોમાં ણા આવીએ.

~ રાજ્યની અસ્મિતા પર આંચ આવે એવા કામથી દુર રહીએ.

~ જરૂર પડે ત્યાં લડી પડીએ પણ, પક્ષ ખાતર નઈ દેશ ખાતર.

~ સરકાર ખાતર નઈ પણ આપણા રાજ્ય અને દેશબંધુ માટે લડીએ.

~ કદાચ હવે જાજુ કહેવાની જરૂર નથી, બધા સમજદાર છો…


ખાસ નોધ :-


૧. આ પોસ્ટ કોઈ સંગઠન, જ્ઞાતિ કે જાતિના સભ્ય બની નઈ પણ ગુજરાત રાજ્યના એક વ્યક્તિ બનીને વાંચશો તોજ સારું લાગશે બાકી તો ફરી એજ વિદ્રોહની આગ જેમાં દેશ, રાજ્ય અને દુનિયા બરબાદ…

૨. વિપક્ષ શબ્દ ને કોઈ જૂથ સાથે ના જોડવો આ સર્વત્ર છે. જેની સરકાર જ્યા ના હોય એ બધા વિપક્ષ ગણાય છે એના આધારે વપરાયેલો છે વિપક્ષ શબ્દ.

૩. મુખ્યમંત્રી ની જેમજ રાજ્યનો નાગરિક પેહલા રાજ્ય અને દેશનો હોય પછી જ એ સમાજ, જ્ઞાતિ અને સંગઠનનો.. આ આર્ટીકલ પણ માત્ર રાજ્યના એક વ્યક્તિ એ લખ્યો છે કોઈ પક્ષ, સંગઠન કે જાતિના સભ્ય એ લખ્યો નથી.

અભાર…~ સુલતાન સિંહ

raosultansingh@gmail.com

[[ માત્ર નિષ્પક્ષ રાજ્ય અંગે વિચારી શકે એવા જ દરેક વ્યક્તિના વૈચારિક પ્રતિભાવ આવકાર્ય ]]

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.