નિ:સંદેહ….


નિ:સંદેહ હું જોઇશ તને,
પણ ક્યારેક,
યાદોની દુનિયા છોડ, 
ને વાસ્તવિકતામાં તો આવ,
સપનાની કાલ્પનિકતા,
વ્યથાની ઉત્કંઠા,
પ્રેમની અભિલાષા,
અને દિલમાં છંછેડાતો,
સાંભળ ને સાદ,
પછી આવ મારી પાસ,
નિ:સંદેહ… હું જોઇશ તને…

નિ:સંદેહ હું જોઇશ તને,
અને જોયાં જ કરીશ,
દિવસ, રાત ને હરહંમેશ,
બંધનોની સાંકળો તોડી,
ખેંચાઈ આવ ક્યારેક,
પ્રેમના નાજુક તાંતણે,
સામી બેસ ક્યારેક,
આંખોમાં આખ પરોવી,
ચહેરે પ્રગાઢ સ્મિત લાવી,
કહેજે બસ ચાહું છું તને,
નિ:સંદેહ … હું જોઇશ તને…


~ સુલતાન સિંહ ‘જીવન’

                                             (૧૧:૪૦, ૨૮ જુલાઈ ૨૦૧૬)

Advertisements