તું મને ગમે છે…

તુ મને ગમે છે, હવે તો,
અથવા એમ કહું કે,
પ્રેમ થઈ ગયો છે કદાચ,
કોઇક તત્વ ખેંચે મને,
એટલે તો નહીં જ કે કવી,
હા તુ સ્પર્શે એવું લખે છે,
એટલે પણ નઇ,
કદાચ એટલે જ કે તુ,
લાગણીના ઉઝરડા સમજીશ,
આખર તુ ચિત્રકાર છે, એટલે

તુ મને ગમે છે…
કારણ તુ રચનાકાર છે,
જીવનના ઊંડાણમાં રહેલો,
એ અનુપમ દિવ્ય પ્રકાશ,
મૃત્યુના રસ્તે પથરાયેલો,
ભેંકાર, ભયાવહ અંધકાર,
પ્રેમના તત્વમાં છુપાયેલું,
પરમ સત્યનું એ સ્વરૂપ,
અને પ્રેમમાં અનુભવાતો,
લાગણીનો રંગીન અહેસાસ,
તુ બધુ જ સમજે છે, એટલે

તુ મને ગમે છે…
તુ જાણે છે એ બધુ જ કદાચ,
જોઇ અને દર્શાવી પણ શકે,
જે દેખાય આંખોથી તને,
ને ઊંડાણનાં ઝંઝાવાતોથી,
તુ એ કહી પણ શકે છે,
અને સમજી પણ શકે છે,
જે કદાચ જ કોઈ કરી શકે,
પણ, તુ સાક્ષાત્કાર છે,
લાગણી, ભાવના, સંવેદનનો,
કારણ તુ ચિત્રકાર છે, એટલે
તુ મને ગમે છે…


~ સુલતાન સિંહ ‘જીવન’
(૧:૫૭, ૨૯ જુલાઈ ૨૦૧૬)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s