મેં – ૨૦૧૬【1】
દુઃખ એ વાતનું નથી કે ફેસબુકના,
ડીપીમાં આઇ લવ યુ મા ના ફોટા મુકે છે…

દુઃખ તો એ વાતનું કે શા માટે એજ,
મા ને તુ જઈને આમ ઘરડા ઘરમાં મુકે છે….


【2】
મૌનનો ઓઢીને બુરખો લાગણીઓ છુપાઈ જાય છે,
સમજતી નથી અે કઇ ને અમસ્થિ જ રિસાઇ જાય છે…


【3】
એના ચહેરાથી જ તો મને હળવાશ લાગે છે,
એ ન હોય તો પ્રેમની વાતો પણ ભાર લાગે છે…


【4】
એના વગર તો કયાં જીવનની આશ હોય છે,
જે એક માત્ર જીવન જીવી જવા ખાસ હોય છે. ..


【5】
કેટલા અરમાનો સાથે હું વાટ જોઉં છું,
કદાચ નથી આવવાની એટલે જ રોઉં છું…


【6】
વાત કરીશું કે નઈ પણ કોણ જાણે,
સપનામાં આવજે જરૂર મળીશું…
વેદનાઓ કહીને અથવા છુપાવી,
સ્વપ્ન શેરીએ એકમેકમાં ભળીશું…


【7】
જીવનના પન્નાઓ રંગીને જુઓ પછી,
સમજાશે કે કેટલા રંગો ભરી શકાય છે…


【8】
બધા સમજી જાય છે એના સિવાય જેના માટે આ બધા શાબ્દો લખતા જાય છે…


【9】
જેના માટે લાગણીઓ એકમેંકમાં સમાય છે,
એજ વ્યક્તિ આંખોથી દૂર થઈને છુપાય છે…


【10】
જીવનમાં હંમેશા પુસ્તકોજ સાચું જ્ઞાન નથી આપતા…
ક્યારેક કોઈકની આંખોય જીવનની શીખ આપી જાય છે…


【11】
પહાડની ટોચ કરતા ચડવામાં માજા છે…
પામી લેવા કરતા ચાહવામાં મજા છે…

સફળતાનાં શિખરો અને વનો પસાર ભલે થાય,
એમાં રખડતા અને ભટકતા રહેવાનીજ મજા છે…


【12】
તારા ચહેરાને જોઈ બસ એમ થાય છે,
જાણે આ સૂકા હૈયામાં ભીનાશ થાય છે….


【13】
ક્યારેક એકાંતમાં વિચારો આવી જાય છે,
છેવટે આ દુનિયામાં જીવન કોના માટે છે,
જો મારા પોતાના માટે જ છે તો હું ક્યાં છું,
અને જો એ છે તારા કાજ તો હજુ તું ક્યાં છે…


【14】
વિચારું છું ક્યારેક કે હું ભૂલી જાઉં તને,
પછી સમજાય પાછો કેમ શોઘીશ હું મને…


【15】
જીવન જીવવા શું કરવું પડે,
મેં કહેલું બસ પ્રેમ કરવો પડે…


【16】
પ્રેમની વ્યાખ્યા શુ? સવાલનો છે અવાજ,
હજારો પાને પણ જે ના સમાય એ જવાબ,


【17】
ત્રિકોણીય જીવનના પ્રવાહમાં ફસાઈને બધું છોડી દીધું છે…
પ્રેમ પરિવાર અને દુનિયા વચ્ચે મેં પીસવાનું છોડી દીધું છે…


【18】
મારી હાલત ના જાણે એના માટેજ ઠીક છે…
કંઇક કહીશ અને કંઇક સમજી લે એની બીક છે…


【19】
કહી શકો તમે ઘાયલ પણ,
ઘાવ કંઇક એવા ઊંડા પડ્યા છે…


【20】
હસતા રહેવામાં મઝા છે…
રોતા રહેવું એતો સજા છે…


【21】
મેં તો તૂટતો ને વિખેરાઈ જતો જોયો છે,
મેં પ્રેમને પછડાઈને દમ તોડતો ય જોયો છે ..


【22】
એ ખુદા કુછ ઇસ કદર બરસ મેરી ચાહતપે,
વો ભીગના જાયે ઓર મુજે સુખા ના રખે…


【23】
પ્રેમના કિનારે બેસી એની કુદરત જોઈ હતી,
નફરતની વાવળમાં ફંટાતી મુરત જોઈ હતી,
મળશે ક્યારેક વિષામો એના અગાધ હૈયામાં,
દિલના ખૂણામાં દમ તોડતી સુરત જોઈ હતી…


【24】
મેરે દિલકે કિનારે ભલે ભીગે રહે જાયે,
મન્નત હે ઉસકી આંખે છલક ના પાયે…


~ સુલતાન સિંહ ‘જીવન’

[ કાવ્યગોષ્ઠી ગ્રુપમાં મેં મહિના દ્વારા સર્જિત બધીજ રચનાઓ અહી મુકેલ છે..]

Advertisements