July – 2016

જુલાઈ – ૨૦૧૬આમ તને સમજાવતો રહીશ તો,
કદાચ હું જ બધુ ભૂલી જઈશ…

મોતને જ સમજાવતો રહીશ તો,
કદાચ જીવવાનું ભૂલી જઈશ…

~ સુલતાન સિંહ(૧૮ જુલાઈ)


રોતા રાતો વિતાવી આજ અમે અહિં,
ક્યાંક હાસ્યના સાગર રેલાતા હતાં…

પ્રેમ સાગરમાં નાખ્યું તુ અમે વહાણ,
ક્યાંક નફરતના પથ્થરો ડુબાડતા હતા…

~ સુલતાન સિંહ(૧૮ જુલાઈ)


તને કઈ કહેવા કરતા મારુ ચુપ રહેવું જ સારુ છે,
કમસે કમ આ શબ્દોની સંવેદના તો ન વેડફાય…

~ સુલતાન સિંહ(૨૨ જુલાઈ)


લખતો હુ કઈ જ નથી,
આતો તારી યાદો છે જે શબ્દોમાં,
કુંપળ બની ને ફૂટી નીકળે છે,

~ સુલતાન સિંહ(૨૨ જુલાઈ)


શબ્દોની આ રમતમાં આજ જાણે,
લાગણીઓ જ રમકડું બની ગઇ છે.

~ સુલતાન સિંહ(૨૨ જુલાઈ)


પ્રેમનું યુદ્ધ ઍક માત્ર એવું છે ‘જીવન’
જયાં પરિણામ હારનારના પક્ષે જ આવે છે…

~ સુલતાન સિંહ(૨૪ જુલાઈ)


માયા તો જો સંસારની ‘જીવન’,
એક તૂટેલી મળતા દરેક કલમે ખામી દેખાઈ…

~ સુલતાન સિંહ(૨૪ જુલાઈ)


કેમ કરીને કવિતા લખાય ‘જીવન’,
કાંતો એના અહેસાસમાં કે પછી એની યાદોમાં…

~ સુલતાન સિંહ(૨૪ જુલાઈ)


પ્રેમ પણ આ પહાડોના શિખરો જેવો છે,
કેટલા રહસ્યો છે એમા કોને સમજાય છે…

~ સુલતાન સિંહ (૨૪ જુલાઈ)


નથી ઉતારવા મારા શબ્દોના વહાણ આ સાગરમાં,
કેટલાય વિરાટ મોઝા તાકત અપાર લઇને બેઠા છે…

~ સુલતાન સિંહ (૨૫ જુલાઈ)


હિમાલયના ખોળામા રમીને તો જો ‘જીવન’,
પિતૃ વાતસલ્યની પ્રતિમા સાક્ષાત થશે…

~ સુલતાન સિંહ (૨૫ જુલાઈ)


ક્યારેક સમજવી લઈશ તને ‘જીવન’ ચિંતા ના કર,
સુનામી પણ આવે સમાવીશ મુજમાં ચિંતા ના કર..

~ સુલતાન સિંહ(૨૫ જુલાઈ)


પ્રેમના આ સંસારમાં તરી જવું છે ‘જીવન’,
પણ ડૂબવા જેવી મજા અહિં તરવામાં નથી…

~ સુલતાન સિંહ(૨૫ જુલાઈ)


વાત આગળ વધારવા હવે શુ આપુ દોસ્ત,
જીવનની મંજિલ જ ક્યાંક અટવાઈ પડી છે…

~ સુલતાન સિંહ (૨૫ જુલાઈ)


ક્યારેક તો માણી લેવા દે એ વર્ષાની બૂંદો,
જે નિરંતર તારા હોઠો પર વર્ષયા કરે છે…

~ સુલતાન સિંહ (૨૫ જુલાઈ)


આ બહાર જોને કેવી મહેકી ઉઠી છે આજ,
જાણે તને પ્રથમ નજરે નિહાળી આવી હોય…

~ સુલતાન સિંહ (૨૫ જુલાઈ)


ઝંપલાવી ને ફાયદો શુ છે જરા કહે તો ‘જીવન’,
સાગરને કહો ઍક વાર મને અપનાવી તો જો…

~ સુલતાન સિંહ (૨૫ જુલાઈ)


વહિશ તો અપાર થઇને હુ આજ ‘જીવન’,
માર્ગ નહીં માર્ગદર્શન ક્યારેક આપી જો…

~ સુલતાન સિંહ (૨૫ જુલાઈ)


તરણા સહારે વહી જઈશ ભલે હુ તો આજ,
સમાવી લેવા મને તું રાહ તો જોઇશ ને ત્યાં…

~ સુલતાન સિંહ (૨૫ જુલાઈ)


મોહી લે જે બુંદ અહિં એનાં અહેસાસનાં જોરે,
એ ભલેને મૃગજળ કેમ ન હોય રણમાં દેખાતું,

ભાગ્યા કરીશ એની પાછળ હુ હરણ બનીને,
જો એ ક્યારેક આવસે મારી પ્રિયા બનીને…

~ સુલતાન સિંહ (૨૫ જુલાઈ)


મળી જાય જો તુ અહિં ‘જીવનમાં’,
આજ ગોકુળ છે, આજ વૃંદાવન છે…

~ સુલતાન સિંહ (૨૫ જુલાઈ)


મરવુ તો બસ શરૂઆત છે જીવનની,
આ કોઈ સૃષ્ટિનો આખરી અંત નથી…

~ સુલતાન સિંહ (૨૫ જુલાઈ)


બોલી નાખ મનની વાતો આજ કર ઉજાગર,
ક્યાં સુધી હૈયાની લાગણીઓ ધરબી રાખીશ…

~ સુલતાન સિંહ (૨૫ જુલાઈ)


તને સમજવાના કોઇક રહસ્યો તો કહી જો ને,
મને સમજવો અઘરો થાય પણ મુશ્કેલ નહીં…

~ સુલતાન સિંહ (૨૬ જુલાઈ)


જ્યારથી છોડ્યું છે તેં જાનુ કહેવાનું,
નક્કી છે હવે બેલેન્સ ફુલ જ રહેવાનું,

~ સુલતાન સિંહ (૨૬ જુલાઈ)


કોઈકને બાહુપાસમાં જકડી ઝાડની ઓઠે છુંપાવું,
સંસ્કૃતિ તો નથી, પણ એ દીપ્તિ કે વંદના હોઇ શકે છે,

~ સુલતાન સિંહ (૨૬ જુલાઈ)


આ પ્રેમના દરિયે ઉતરતી નાં બકા,
અહિં એક નઈ કેટલાય ડૂબ્યાં છે બકા,

~ સુલતાન સિંહ (૨૬ જુલાઈ)


ક્યારેક ભૂલિશ તો યાદ રાખજે,
ક્યારેક મળીશ તો યાદ રાખજે,
એક મેકમા સમાવું સહજ નથી,
હૈયું જો કરે પુકાર તો યાદ રાખજે…

~ સુલતાન સિંહ (૨૬ જુલાઈ)


कभी मिलेंगे फिर तो जाना बताएँगे तुजे,
कितनी बारिशें तेरी यादोंमें बहेती रही हे,

~ सुलतान सिंह (26 july)


मन्नत पे तेरी रहमत की आश हे गुलबदन,
आए कभी तेरी राहोमे तो मुस्कान लुटा देना,

~ सुलतान सिंह (26 july)


હાથમાં હાથ હોય અને તુ મારી સાથ હોય,
બસ ઍક ‘જીવન’ અને એમાંય તુ સાથ હોય…

~ સુલતાન સિંહ (૨૬ જુલાઈ)


જ્યારથી આ તારો સાથ જોને મળ્યો છે જાણે,
સમય વહેવાનું અને હુ ભાનમાં રહેવાનું ભુલ્યો છું…

~ સુલતાન સિંહ (૨૬ જુલાઈ)


કૃષ્ણને સંસારના વિચારોથી ભલા શુ હોય મહત્વ,
એનાં માટે તો રાધા ખુશ એટલે બધુ સત્ય ને સાતત્ય,

~ સુલતાન સિંહ (૨૭ જુલાઈ)


તુ તડપે અને હુ હસ્તી રહુ ભલે એમ રાધા કહ્યા કરે,
પણ છેવટે કાનો હસ્યા કરે ને રાધા એને જોયા કરે…

~ સુલતાન સિંહ (૨૭ જુલાઈ)


પાનખરના ખરતા પાન ફરી કહી ગયા,
જીવનનું સત્ય જ ખરી જવામાં છે કદાચ,

~ સુલતાન સિંહ (૨૭ જુલાઈ)


હૂં આફરીન છું તારી અદાકારી પર,
ના કાવ્ય કે ના તારી સદાકારી પર,

~ સુલતાન સિંહ (૨૭ જુલાઈ)


પ્રેમ કરવા સાબિતી, નફરતમાંય સાબિતી,
વિશ્વાસ હોય જ કેમ જો જરુરી છે સાબિતી.

~ સુલતાન સિંહ (૨૭ જુલાઈ)


આ વર્ષાની ઝરમર વરસતી બુંદો જોને,
આજ પણ તારી યાદોને જીવંત કરે છે…

~ સુલતાન સિંહ (૨૮ જુલાઈ)


तुजे मांगने की जरूरत ही क्या ख़ुशी एय हसीन,
तेरी खातिर यहाँ कितने ख़ुशी के जाम लिए खड़े हे,

~ सुलतान सिंह (28 july)


સમય સમયના ખેલ છે, આ ‘જીવન’,
બદલાય… ભુલાય… અને વહી જાય…

~ સુલતાન સિંહ (૨૮ જુલાઈ)


એક વાત નથી સમજાતી રાધા પ્રેમની,
એમાં સ્વીકાર હતો કે અપાર વિશ્વાસ,

~ સુલતાન સિંહ (૨૮ જુલાઈ)


તુજ અજાણ છે તારાથી,
તો કેમની ઓળખાણ થશે,

~ સુલતાન સિંહ (૨૮ જુલાઈ)


નથી લખવું હવે કઈ જ તારા પર,
તનેજ ન સમજાય, સમજશે કોણ,

~ સુલતાન સિંહ (૨૮ જુલાઈ)


કૃષ્ણ વિશે વ્યાખ્યા ત્યારેજ કરીશ હવે,
જ્યારે પ્રેમ વિશેની સાતત્યતા સમજાશે…

~ સુલતાન સિંહ (૨૮ જુલાઈ)


માયા તો જો ને સર્જનહારની આ રણમાં,
મૃગજળની લાલચે લોટા ઠોકરે ઊડાળે છે…

~ સુલતાન સિંહ (૨૯ જુલાઈ)


જેણે અનુભવેલો એકાંત હોય ‘જીવન’
પ્રેમની સાચી કિંમત એજ જાણતુ હોય…

~ સુલતાન સિંહ (૨૯ જુલાઈ)


હોઠોની સૂકાતી એ નહેર જોઇ છે ત્યારથી,
નદી ના ઓસરતા પાણી જોઈને ડરી જાઉ છું…

~ સુલતાન સિંહ (૨૯ જુલાઈ)


અપાકર્ષણ ના સિદ્ધાંત ની જેમ દુર જવું જ હતું,
તો આકર્ષણ નો આ નિયમ શિખવ્યો જ કેમ…

~ સુલતાન સિંહ(૩૦ જુલાઈ)

( નોટ – હું સાયન્સ નો વિદ્યાર્થી નથી 😊 )


અવસર તો આપી જો ક્યારેક વરસવાનો સ્નેહી,
મુક્ત મનનો છું, ચોમાસાની રાહ પણ નઇ જોઉં…

~ સુલતાન સિંહ (૩૦ જુલાઈ)


ભીંત નાં ખખડાવોજો કોઈ ભાઈ હવે અહિં,
યાદોના ખિલેથી પોટલી નીચે પટકાઈ જાય છે,

~ સુલતાન સિંહ (૩૦ જુલાઈ)


આજે મને અહિં અપવાદ બનવા દો. આ સંસારમાં..
નથી કોઈ ધર્મ કે મંજીલનો રાહી હુ સંસારમાં,
કાં તો ઉઠો હાલો અને મારી સાથે ચાલતા રહો,
યા છોડો મને એકલો ખાવા ઠોકરો આ સંસારમાં.

~ સુલતાન સિંહ(૩૦ જુલાઈ)


આજે પ્રથમ વખત જો ને બન્યુ એવું છે,
કે પડ્યા કોઈકના રસ્તે ને આનંદ અપાર છે…

~ સુલતાન સિંહ(૩૦ જુલાઈ)


વરસાદની બુંદો જોને અડકીને કેવો સાદ કરે છે,
કાનમાં ધીરેથી, તારીજ વાતો જો ફરી યાદ કરે છે,

~ સુલતાન સિંહ(૩૦ જુલાઈ)
~ સુલતાન સિંહ ‘જીવન’

[ કાવ્યગોષ્ઠી ગ્રુપમાં જુલાઈ મહિના દ્વારા સર્જિત બધીજ રચનાઓ અહી મુકેલ છે..]

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s