સાંભળને મિત્ર વાત, હુ જ તો ભગવાન છું,
વિનાશકાર, પાલનહાર અને સર્જનહાર છું,

સુરજમા પ્રજ્વલિત અને ચંદ્રમા પ્રકાશ છું,
નદીમાં વહેતા વહેણ, ને સમુદ્રમાં ઓટ છું,

મઝારે, ચર્ચમાં, ગુરુદ્વારે કે મંદિરોમાં નથી,
દરેકના અંતરમને હુ પોતે વિરાજમાન છું,

જંગલમાં લીલોતરી, રણમાં શુષ્ક રેત છું,
શંકરનો સ્વામી ને સૃષ્ટિનો તારણહાર છું,

વાંસળીમાં વાગતો સુર અને ઘોઘાટ છું,
સત્ય પણ હુ અને પ્રેમનો સાક્ષાતકાર છું,

હું જ બુધ્ધ, મહાવીર અને ઈશુ ખ્રિસ્ત છું,
કૃષ્ણ પણ હુ ને મક્કાંમા અલ્લાનો દૂત છું,

સાંભળને મિત્ર વાત, હુ જ તો ભગવાન છું,
વિનાશકાર, પાલનહાર અને સર્જનહાર છું,

[મારા માનેલા મિત્ર કૃષ્ણનાં આદર્શોને અર્પણ…]


~ સુલતાન સિંહ ‘જીવન’

                                                                         (૧૧:૪૩, ૨૫ જુલાઈ ૨૦૧૬)

Advertisements