આ છે ફેસબૂક પર મુકેલી પોસ્ટ….

●~~~~~~~~~~~●
ગાંધીજી શુ છે?

ક્રાંતિકારી રૂપિયો છે તો ગાંધી એક પૈસો માત્ર છે.
અમથો વિચાર…
●~~~~~~~~~~~●

એના પર ઘણાં જણના થોડાક વિચિત્ર પ્રતિભાવ આવ્યાં એટ્લે લખવાનો વિચાર સફૂર્યો…

કેમ ગાંધી જ સર્વસ્વ છે…? શુ આખી જંગ લડનારા માત્ર ગાંધી હતાં? શુ વિજય અપાવનાર ગાંધી હતાં? બીજા ક્રાંતિકારી ક્યાં હતાં તો પછી? અને જો એમજ વાસ્તવિકતા ભૂલી કોઈને પણ હીરો જ બનાવી દેવા હોય તો સાંભળેલું કહેવા જતા ઍક વાત એ પણ છે કે દેશને જાતીના નામે વેચનાર પણ ગાંધી હતા? જ્યારે સર્વાનુંમતે સરદાર પટેલ પ્રધાનમંત્રી ચૂંટાયા ત્યારે એમને પદ પરથી હટાવી આ નહેરૂ બીજ રોપણ કરનાર પણ ગાંધી હતા… બધાયે એ પ્રશ્નો નથી વિચાર્યા… કોઇએ નાથુરામ ગોડસે દ્રારા ફાંસીની સજા થાય પછી પણ છેલ્લાં શબ્દો તરીકે ક્હેવયેલા એ સાચા શબ્દો નથી સાંભળ્યા… બસ ગાંધી ને હીરો બનાવનારા ગણા હતાં… અને એજ બેઢંગી સરકાર ભગત સિંહ જેવા શહીદ ને શહીદી નું બિરુદ સુધ્ધાં નાં આપી શકી…

હવે તડકા ભડાકા મનમાં ફૂટવા લાગ્યા હશે… બાધા ગુજરાતી ખરાં ને, ગાંધીના ગુજરાતની રાઈઓ જે ભરાયેલી પડી છે. પણ સવાલ એ નથી મનેય કે ગાંધીજી ક્રાંતિકારી નાં હતાં પણ સવાલ એ છે કે જ્યારે વાત સ્વતંત્રતા ની આવે ગાંધી એકલા જ ન હતાં… એમને મળેલું સ્વમાન એમનાં કર્મની સરખામણીએ એટલું વધું છે જેટલું અન્ય ક્રાંતિકારીઓ ને મળી જ નથી શક્યું… દરેક નોટ પર છપાય એવું કોઈ ખાસ કાર્ય એમને નથી કર્યું જે કાર્ય થયુ છે એમા તૌ હજારો લોકો એ સહાદત વહોરી છે… પહેલા જે નોટ અશોક સ્તંભ સાથેની આવતી એમા કોઈ ખરાબી નાં હતી… તેમ છતા ત્યાં ગાંધી આવ્યાં… ભારતમાં જો 100 સ્ટેચ્યુ અથવા યોજના મુકાય તો એમા 50+ માત્ર ગાંધીના…. આ માત્ર રાજનીતિ છે સ્વદેશ પ્રેમ નઈ… જે ગુજરાત ગાંધીના ગુજરાત નામે દારૂ બંધીનાં ફાકા મારતી ફરે છે એજ ગુજરાતના ખૂણે ખૂણે દારૂ ખુલે આમ વેચાય છે… ખુલે આમ હપ્તા વસુંલાય છે, ખુલે આમ રાજનેતાઓ પણ પોતાના ખિસ્સા ભરે છે અને માત્ર ભાષણમાં ગાંધીનું ગુજરાત કહી છુટી જાય છે… શુ આ જ દેશ પ્રેમ છે આજ રાષ્ટ્રીય પીતા ગણાતા ગાંધીનું સ્વમાન છે?? નાં આ માત્ર અને માત્ર રાજનીતિ છે. જેમને ગાંધી નામમાં હિત દેખાયું અને એ લોકો એમને નોટ સુધી ખેંચી લાવ્યા બાકી એમા સમ્માન ભરી નજારો કદાચ જ કોઈક ની હોય. અન્ના હજારે ને પણ બીજા ગાંધી બનાવાયા હતાં પણ ખીચડી કાચી રહીં અને એ ગાંધી પડતાં મુકાયા… એ ગાંધીના નામે ચમચા રાજનીતિમાં ગુસિ ગયા અને સરકાર હાથમાં લીધી.
છેવટે મુદ્દાની વાત હજુય બાકી રહીં ગઇ…

મારો એ સ્ટેટ્સ દ્રારા કહેવાનો અર્થ માત્ર એટલો જ કે… ગાંધી મહાન હોઇ શકે અથવા છે જ પણ… સ્વતંત્રતાની દ્રષ્ટિએ એમની ગણતરી થાય ત્યારે ક્રાંતિકારી સમૂહને જો રૂપિયો ધારીને ગણતરી કરતા ગાંધી એક પૈસો માત્ર છે એનાથી વધું કઇ જ નઈ..

#વિચારવૃંદ #તારીખ_૨૫_જુલાઈ #સમય૯:૩૧


~ સુલતાન સિંહ

[ ૨૫ જુલાઈ ૨૦૧૬ ]

Advertisements