પ્રેમ લાવીને આપીશ…

કોઇક વાર સતયભામા તો બની જો,
સ્વર્ગેથી પારિજાત લાવીને આપીશ,

ક્યારેક તો તુ પણ રાધા બનીને જો,
વૃંદાવનનો એ કાન લાવીને આપીશ,

પ્રેમને સર્વસ્વ માનીને પુજીને તો જો,
માંગી વૈકુંઠનાં નાથ લાવીને આપીશ,

માણી લે ને સાથ આ જીવનમાં જ તુ,
ક્યાંથી પાછા શ્વાસ લાવીને આપીશ,

ભાગી જોને પ્રેમના મૃગજળ પાછળ,
રણમાંય હૂં વરસાદ લાવીને આપીશ,


~ સુલતાન સિંહ ‘જીવન’
(૮:૪૨, ૨૪ જુલાઈ ૨૦૧૬)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s