જોઈને પણ લાગણી બેહાલ થાય છે,
જોને જાતનાં નામે બબાલ થાય છે,

ધર્મ, જ્ઞાતિ અને જાતીના ચક્કરમાં,
માણસાઈ મરીને તાર તાર થાય છે,

ફરી ફરીને ખેંલાતી આ જાતીય જંગ,
વારંવાર માણસ આ શૈતાન થાય છે,

હેતુ શુ છે? ન્યાય, શાંતિ કે વ્યભિચાર,
માત્ર અહિં હિંસાના જો ખેલ થાય છે,

નથી લડવું કોઈ પક્ષથી હવે તો મારે,
ઉપર બેઠેલો હવેતો શર્મંસાર થાય છે,

~ સુલતાન સિંહ 'જીવન'
(૯:૦૩, ૨૩ જુલાઈ ૨૦૧૬)
Advertisements