અભિનંદન…


અભિનંદન,
આજે જ એણે કહ્યુ,
શુ કરું આ શબ્દોને હુ,
એમા કાઈ નવીનતા નથી,
જે એણે જ કહી હોય,
કોઈ ખાસ લાગણી નથી,
બસ શબ્દો છે,
લાગણીના રસ્તે વેરાઈ,
પડેલા કંટક જેવા શબ્દો,
એજ લાગણીવિહીન,
અને ફરી,
ભાવ વિહીન સંવેદન….

પેલા પણ કેટલાય લોકો,
જે કહી ચુક્યા છે,
અને એણે પણ કહ્યા,
બીજા જેવા જ એનાં શબ્દો,
નવીનતા શુ, અને ભાવ,
એનાં ખાસ હોવાના,
ભરમ ક્યાં સુધી ઓઢી રાખું,
એણે કહ્યુ અભિનંદન,
એજ લાગણીવિહીન,
અને ફરી,
ભાવ વિહીન સંવેદન…


~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૧:૨૪, ૨૨ જુલાઈ ૨૦૧૬ )

Advertisements