પત્ર નં. ૧ (જીવન & જીવ)

પ્રિય જીવન,

               જ્યારથી તું મારા જીવનમાં આવી છે જાણે સર્જનહારે સ્વર્ગ સ્વરૂપ બનાવેલી આ પ્રેમ સ્વરૂપ દિલની દુનિયામાં, મેં મારા જીવનમાં ઘણા બદલાવો અનુભવ્યા છે. એકાંતથી ભરેલી સૃષ્ટિમાં જાણે તારી આભાસી આગમનથી એક નવી જ બહાર આવી છે. તારા આવવાથી ફરી એક વાર હું એ વાત પર વિશ્વાસ કરી શક્યો છું કે પ્રેમ એવા વ્યક્તિના જીવનમાં જરૂર આવે છે જે પ્રેમની ભાષા અને એનું સંગીત સાંભળી શકે છે, સમજી શકે છે, જીવી શકે છે, અને એનાં સંગીતમાં મન મુકીને ઝુમી શકે છે.

               તુ મારા જીવનને ઘણાં બાધા પ્રકારે સ્પર્શી ગઇ છે જાણે કે હંમેશા તુ મારા માટે ત્યાંજ હોય છે, જ્યારે પણ મારા જીવનમાં કોઈ જ આશાની કિરણ સુધ્ધાં દેખાઈ શકતી નથી. જ્યારે હુ એવું પણ વિચારી લઉં છું કે આ સંસાર હવે વિનાશના આરે છે અને હુ છેલ્લી કગર પર આવી ઉભો છું. જયાં મારુ કોઈ જ નથી, પણ એ સમયમાંય જાણે તુ મારા માટે ત્યાંજ હોય છે. ગમે તેવા સારા કે ખરાબ સમયે પણ, તેજ તો મને મારા જીવનમાં શીખવ્યું છે કે જીવન આખું જ આધારિત છે સ્વીકાર અને સમજ પર પણ તેમ છતા તુ એક જ એવી વ્યક્તિ છે જે મારી સમજ બહારની છે. હુ તને વિશ્વાસ અપાવી શકુ છું તારા એ પ્રેમ અને મને જાળવી રાખવા કરેલા પ્રયત્નોને આધારે જે તેં હંમેશા મારામાં જીવંત રાખવા પ્રયત્ન કાર્યો છે.

               આનંદ અને સુખ જે આજે છે, આજે હુ જાહેર કરી શકુ કે મારો પ્રેમ એટ્લે માત્ર અને માત્ર તુ જ છે. એકલી તુ અને આમ કહું તો મારા દિલના છેક ઊંડાણથી મારો પ્રેમ બસ ઍક તુ જ છે.. 

               હું તને વચન આપું છું કે હું હંમેશા તારી પાસે જ હોઈશ, ભલે તું સુખમાં હોઈશ કે દુઃખમાં. હું હંમેશા એજ પ્રથાના કરીશ કે સર્જનહાર હંમેશા આપણા પર કૃપા દ્રષ્ટિ રાખે જીવનના છેલ્લા શ્વાશ સુધી.
તારો જીવ…


~ સુલતાન સિંહ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s