ધર્મસત્ય (ગીતા જ્ઞાન)

મોડા સમજાયું…

            ધર્મની વ્યાખ્યા આપનારો વ્યક્તિ જરૂરથી નાસ્તિક હોવો જોઈએ… મને નથી લાગતું આજનો આસ્તિક માણસ અધ્યાત્મિક રીતે ધર્મની સાચી વ્યાખ્યા આપી શકે … એ તો બસ ભૌતિક ધર્મની સાંભળેલી વાતોજ કરી શકે….

           મંદિરથી માંડી મઝાર અને પછી પાછો મઝારથી માંડી એની વાતો ચર્ચ અને ગુરુદ્વારા ની વચ્ચે પથરાયેલા લોકોમાં વેરવિચિત્ર રીતે વેરાતી જ રહી જાય. એને ક્યારેક ભગવાન સાચો દેખાય, ક્યારેક અલ્લાહ સાચો દેખાય, ક્યારેક ક્રાઇષ્ટ અને ક્યારેક વાહેગુરૂ પણ એણે ધર્મની વ્યાખ્યા ક્યારેય સાચી તો ન જ સમજાય… એને બાળપણથી માંડી હાલ સુધી સાંભળેલા તર્કના આધારો સાચા લાગે અને એજ ધર્મ અને એનો સત્તાધારી સાચો લાગે જે એણે સાંભળેલું હોય. પાછી ધર્મના નામે સવાલ નાં કરવાની ભારતીય માનસિકતા આપણને અલ્લા, ભગવાન, ઈશુ અને વાહેગુરૂ અને એમનાં ચમચાઓથિ આગળ વધવા જ ન દે… અને એ લક્ષ્મણ રેખા ઓળંગયા વગર આપણે આ ચારને સાથે કલ્પી જ નથી શકતા પણ જે કલ્પી શકશે એને એ વાત જરુર સમજશે કે આ ચારેય એકજ છે .. એજ કૃષ્ણ છે અને એજ પયગંબર, એજ ઈશુ અને એજ વાહેગુરૂ, એ શક્તિ દરેક સમયે દરેક રૂપે આવતી રહે છે જેનું કોઈ નામ છે જ નઈ આ નામ તો આપણે દીધાં છે… આ ધર્મ આપણે બનાવ્યા છે, આ હિન્દૂ આપણે બનાવ્યા, મુસલમાન આપણે બનાવ્યા, આ ક્રિશ્ચિયન આપણે બનાવ્યા અને શીખ પણ આપણે જ બનાવ્યા ને… શુ આ ભેદ સર્જનહારે રાખ્યો છે ખરાં…?? શુ હિન્દૂ ના છોકરાં ક્યારેય તિલક સાથે જન્મતા જોયા છે?? કોઈ મુસ્લીમ બાળક ટોપી પહેરી અવતર્યો છે?? કોઈ ઈસાઈ ક્રોસ પહેરી જનમ્તો જોયો છે કોઇએ?? કે પછી કટાર સાથે જનમ્તો શીખ જોયો જે કોઇએ?? નહીં જોયો હોય ક્યાંય ઍક અંશ માત્ર નો પઁ ફર્ક લઇને જનમ્તો બાળક આપણે જોયો નથી તેમ છતા આપણે માણસોને વહેંચી નાખ્યા છે અરે માણસ શુ આપણે તો પ્રકૃતિના સર્જકને જ વહેંચી નાખ્યો છે… અને દંભ પાછો એનાં જ નામનો લઇને ફરીએ છીયે… શુ આ જ ધર્મ છે…??? આ જ સત્ય છે, અને જો આજ વાસ્તવિકતા છે તૌ ક્યાં શાસ્ત્રમાં આવી ચોખવટ કરાઈ છે જરા મને પઁ જણાવજો હુ પણ ઈ જાણવા ઉતશુક છું કે આ વહેંચણી અને ધર્મના ખીલા ખોસનાર વ્યક્તિ હતો ખરાં કે આઈ બસ કાલ્પનિક જ હતો…

                 ઘણા ભાઇઓ અને પેલા સર્જનહારનાં ચમચાઓ ને ધર્મ ગ્રંથોના નામે લોકો ને ભડકાવતા જોયા છે.. પણ એમનું પોપટીયુ જ્ઞાન એમને વાસ્તવિકતા સમજવા જ નથી દેતું… ગીતા વાંચી કોઈ આવી ધર્મની આંધળી વાત કરે એતો શકય જ નથી…અને જો કરે તો માત્ર એના માટે ગીતા જેવા પુસ્તકને ફક્ત વાંચવું પર્યાપ્ત નાથી પણ નાસ્તિક બની પચાવવું પડે… તોજ સમજાય કે એમા કોઈ ધર્મને નથી સાંકળી લેવાયો કારણ ગીતા એવા કોઈ ધર્મને માનતી જ નથી જે અત્યારે અસ્તિત્વમાં છે…

                     હાલો કદાચ હવે… ધર્મ વિશે થોડીક વાતો તો સમજાઈ હશે, પણ હજુય પેલા વર્ષોથી જામેલા પોપડા નઇ હટે ત્યાં સુધી સંપુર્ણ તો નઈ જ સમજાય…

                    છેલ્લે કહીશ… ધર્મ કોઈ પણ હોય ગીતા ક્યારેક જરૂર વાંચજો.. કારણ એ આજના કોઈ ધર્મનો ધર્મ ગ્રંથ નથી એતો સર્જનહાર નું સત્ય છે, પ્રેમ છે અને ધર્મથી પરે છે.. એ વાંચ્યા બાદ જો કોઈ ધર્મ દેખાય તો જરૂર એને જરૂર પડે ડસ્ટબીનમાં નાખી દેજો પણ જો કોઈ ધર્મ નાં મળે ને દોસ્ત તો જરૂર એને પોતાના જીવનમાં ઉતાર જો જીવન જીવવા જેવું અને પૃથ્વી સ્વર્ગ જેવી લાગશે…મને વિશ્વાસ છે ડસ્ટબીન ની નોબત નઈ જ આવે… 🙂

# ગીતાજ્ઞાન       
# વિચારવૃંદ 


સુલતાન સિંહ ” જીવન “

[ ૨૦ જુલાઈ, ૨૦૧૬ ]

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s