સુલતાન


જીવનની શું વાત કરીએ,
        મોત મુઠ્ઠીમાં રાખું છું.....

બંધાઈના જાઉં જીવનચક્રમાં,
        એટલે મન આઝાદ રાખું છું.....

ડરતો નથી કોઈથી જીવનમાં,
        પથ્થરસમું મન મક્કમ રાખું છું.....

દુનિયાના જોરે દબાતો નથી,
        માં-બાપનું બસ માં રાખું છું.....

દિલથી આપનાવનાર પાસેજ,
        હું દોસ્તીનો સબંધ માંગું છું.....

રાજસ્થાની અને ગુજરાતમાં રહી,
        ગુજરાતીને પણ માન આપું છું.....

હારના દબાવે કે મોતના ડરે,
        દિલનો ઢોળાવ લોખંડી રાખું છું.....

મહત્વ દોસ્તીનું પ્રેમથી વધુ,
        એટલેજ દોસ્તો અપાર રાખું છું.....

દોસ્તો માટે પ્રેમનો દરીઓ અને,
        દુશ્મન માટે ક્ષમાદાન રાખું છું.....

“સુલતાન” નામ અને “જીવન” ઉપનામ,
        સિંહ જેવી હિમ્મત અને જ્ઞાન રાખું છું....

~ સુલતાન સિંહ ‘જીવન’

 

Advertisements