મને લેવાને…

શીર્ષક – મને લેવાને…


 

એક વાર માત્ર વિચાર આવે,
કદાચ તારીખો અને,
મનીઓર્ડર સમયાંતરે,
કેમ પણ નથી આવતો,
દીકરા તુજ અહી,
મને લેવાને…

ધ્રુજી ઉઠે છે રૂદિયુંને આ,
વૃદ્ધાશ્રમની દીવાલો,
શા માટે ? ભુલાઈ ?
માની યાદો બેટા,
ક્યારેક તો આવીશ ને તું,
મને લેવાને…

લગ્ન પછી તું કેમ આમ,
અચાનક બદલાયો,
તારાજ પરિણામે હું,
માં તરીકે ઓળખાઈને ?
તોય કેમ ના આવ્યો તું,
મને લેવાને…

નવ મહિના અને બાકીના,
સત્તર વર્ષો ભલેને,
ભુલાઈ ગયા તારાથી,
બસ યાદ કરજે આજ,
લખને ક્યારે આવીશ તું ?
મને લેવાને…

કોઈ ખૂણે પડી રહીશ હું,
દીકરા તારા ઘરમાં,
ભલે હેત ભૂલાય મારા,
તારા મનથી પણ,
યાદ કરીનેય આવને આજ,
મને લેવાને…


~ સુલતાન સિંહ ‘જીવન’

[ માતૃભારતી દ્વારા આયોજિત માં વિષય પર સ્પર્ધામાં ૨જા નંબરે આવેલ રચના…]

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s